આજના વ્યસ્ત જીવનમાં થાક અનિવાર્ય છે, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે દરેક સમયે થાક અનુભવે છે. આ માત્ર તમારા સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ તમારા કામ પર પણ થાકની નકારાત્મક અસર પડે છે. તેની પાછળ થાક, તણાવ, તબીબી સ્થિતિ અને જીવનશૈલી જેવા ઘણા કારણો હોઈ શકે છે. કેટલીકવાર અમુક વસ્તુઓનું સેવન કરવાથી તમને સતત થાક લાગે છે. ચાલો જાણીએ કે જો તમને સતત થાક લાગે તો તમારે કઈ વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ.
હાઇ સુગર વાળો ખોરાક
વધુ સુગરવાળા ખોરાક ખાવાથી, શરીરમાં ઉર્જાનું સ્તર અસ્થાયી રૂપે વધે છે અને પછી તે જ ઝડપથી ઘટે છે. આ કારણ છે જેના કારણે તમને થાક લાગે છે.
હાઇ ફેટ ફૂડ
તમા લોકોની હાલના સમયમાં પ્રાથમિક સમસ્યા વધતાં ફેટની હોય છે જેનાથી દરેક છુટકારો મેળવવા માગે છે. જો કે ચરબી આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ વધુ પડતી ચરબીયુક્ત ખોરાક લેવાથી તમને ઊંઘ અને થાક લાગે છે. જેથી ચરબીને કંટ્રોલ કરવી એ ખૂબ જરૂરી છે.
રિફાઈન્ડ અનાજ
વ્હાઇટ ચોખા, વ્હાઇટ બ્રેડ, પાસ્તા વગેરે રિફાઈન્ડ અનાજમાં પોષક તત્ત્વો અને ફાઇબર ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે. આ ખાવાથી તમારું શુગર લેવલ ઝડપથી વધે છે અને તેટલી જ ઝડપથી ઘટવા લાગે છે, જેના કારણે તમને થાક લાગે છે. જો તમે સારું સ્વાસ્થ્ય ઇચ્છતા હોવા તો આ તમા ફૂડ વહેલી તકે ખાવાનું બંધ કરવું જોઈએ.
એનર્જી ડ્રિંક
મોટી માત્રામાં એનર્જી ડ્રિંક્સ અને કેફીનનું સેવન કરવાથી તમને કામચલાઉ એનર્જી મળે છે. આ સિવાય લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી તમારી ઊંઘની પેટર્ન પણ બગડે છે. આ સમસ્યાને કારણે તમારે હંમેશા થાકનો સામનો કરવો પડી શકે છે. એનર્જી ડ્રિંક શરીર માટે અનેક રીતે હાનિકારક હોવાનું એકસપર્ટોએ પણ જણાવ્યુ છે.
ખોરાકમાં આયર્નની ઉણપ
આયર્ન આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શરીરમાં આયર્નની ઉણપને કારણે વ્યક્તિ થાક અને નબળાઈ અનુભવે છે. ફાસ્ટ ફૂડ, શુદ્ધ અનાજ, પ્રોસેસ્ડ મીટમાં બહુ ઓછું આયર્ન હોય છે.
(નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી)