વાસ્તુશાસ્ત્રએ ખૂબ જ પ્રાચીન શાસ્ત્ર છે. જેમાં ઘરની દરેક નાની-નાની વસ્તુઓ માટે પણ નિયમો દર્શાવવામાં આવ્યા છે. નિયમોનું પાલન યોગ્ય રીતે કરવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિનું વાતાવરણ જળવાઈ રહે છે. ઘરનું સૌથી મહત્વનું અંગ રસોડુ હોય છે. રસોડા માટે વાસ્તુમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જો તે નિયમ અનુસાર ઘરનું રસોડુ કાર્યરત હોય તો ઘરમાં સારુ વાતાવરણ રહે છે.
આવો જાણીએ રસોડાને લગતા કેટલાક વાસ્તુ નિયમો.
કઇ દિશામાં હોવું જોઈએ રસોડું
વાસ્તુ અનુસાર ઘરનું રસોડું અગ્નિ ખૂણામાં (પૂર્વ-દક્ષિણનો ખૂણો)હોવુ જોઈએ. અગ્નિમાં ન હોય તો વાયવ્ય ખૂણામાં(ઉત્તર-પશ્ચિમ દિશાનો ખૂણા)માં હોવું જોઈએ.
કિચન સંબંધિત કેટલાંક વાસ્તુ નિયમો
રસોડાના વાસ્તુમાં મુખ્યત્વે ગેસ અગ્નિ કોણની દિશામાં હોવો જોઈએ, કારણ કે તે અગ્નિદેવની શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે.
કલર વિશે વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે રસોડામાં રંગ દિશા જેટલો મહત્વનો છે. વાસ્તુ અનુસાર ઘરના રસોડાને પીળો, આછો લાલ અથવા ગુલાબી રંગથી રંગવો જોઈએ.
રસોડામાં પાણીનો નળ ઉત્તર-પૂર્વ ખૂણામાં(ઈશાન ખૂણો) હોવો જોઈએ. એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં તેને પાણીના દેવતા વરુણ દેવનું સ્થાન પણ માનવામાં આવે છે.
વાસ્તુ અનુસાર રસોડામાં બારી પૂર્વ દિશામાં હોવી જોઈએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રસોડાની બાજુમાં બાથરૂમ ક્યારેય ન હોવું જોઈએ.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)