સનાતન ધર્મમાં ઓમ નમઃ શિવાય મંત્રનું વિશેષ મહત્ત્વ છે. કહેવામાં આવે છે કે, આ મંત્રનો જાપ કરવાથી જીવનના તમામ કષ્ટ દૂર થાય છે. શારીરિક તથા માનસિક પરેશાની દૂર થાય છે અને શાંતિ મળે છે. આ મંત્ર શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. આ મંત્રનો ઈતિહાસ વર્ષો જૂનો છે, જેની શોધ કરવી ખૂબ જ મુશ્કેલ છે. ભારતમાં ઓમ નમઃ શિવાય મંત્ર કરતા વધુ પ્રસિદ્ધ મંત્ર વિશે વિચારવું પણ મુશ્કેલ છે. આ મંત્ર વિશે અહીંયા વિગતવાર જણાવવામાં આવ્યું છે.
ઓમ નમઃ શિવાય મંત્રનો અર્થ
ઓમ બ્રહ્માંડ પહેલા કંપન અને શુદ્ધ અસ્તિત્વ હતું. કંપનના કારણે ઓમની ધ્વનિ ઉત્પન્ન થઈ અને ત્યારપછી બ્રહ્માંડનું નિર્માણ થયું. નમઃ નમન કરવું. અને શિવાય શિવ અથવા આંતરિક સ્વ.
આ કારણોસર ઓમ નમઃ શિવાય મંત્રનો અર્થ છે કે, હું શિવને નમન કરું છું. આ કારણોસર આ મંત્રનો વિસ્તારપૂર્વક અર્થ છે કે, ભગવાન શિવ તમામ લોકોમાં ચેતના તરીકે બિરાજમાન છે, જેથી સ્વને નમન કરવું.
ઓમ નમઃ શિવાય મંત્રનું મહત્ત્વ
ધાર્મિક માન્યતા અનુસાર ઓમ નમઃ શિવાય મંત્ર અહંકાર અને શત્રુઓને શાંત કરે છે. જે યોગ્ય માર્ગ બતાવે છે અને મનમાંથી ચિંતા દૂર થાય છે. માનવામાં આવે છે કે, આ મંત્ર નકારાત્મક ગ્રહનો દુષ્પ્રભાવ દૂર કરે છે.
ઓમ નમઃ શિવાય મંત્ર વરદાન સમાન છે. નિયમિતરૂપે આ મંત્રનો જાપ કરવાથી અદ્ભુત પરિણામ પ્રાપ્ત થાય છે. સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત હોવાથી સોમવારથી આ મંત્રજાપની શરૂઆત કરવી જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)