fbpx
Saturday, December 28, 2024

જાણો કાર્તિક પૂર્ણિમાએ રાશિ પ્રમાણે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ, મળશે અક્ષય પુણ્યનું વરદાન

કારતક પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે. કારતક મહિનામાં નદીમાં સ્નાનનું વિશેષ મહત્વ છે, આમાં પણ કારતક પૂર્ણિમાએ સ્નાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે. તમારે કારતક પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા પછી દાન કરવું જોઈએ. કારત પૂર્ણિમાના દિવસે દાન કરવાથી પુણ્ય મળે છે. જો તમે આ દિવસે તમારી રાશિ પ્રમાણે શુભ વસ્તુઓનું દાન કરો છો તો તમને વધુ લાભ મળી શકે છે. કાશીના જ્યોતિષી ચક્રપાણિ ભટ્ટ પાસેથી કાર્તિક પૂર્ણિમાના દિવસે રાશિ પ્રમાણે શું દાન કરવું એ અંગે જાણીએ.

મેષઃ કારતક પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા પછી તમારે લાલ વસ્ત્ર, તાંબાના વાસણ, કેસર વગેરેનું દાન કરવું જોઈએ. તમારી રાશિનો શાસક ગ્રહ મંગળ છે.

વૃષભઃ તમારી રાશિના જાતકોએ કારતક પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા બાદ સફેદ વસ્ત્રો, ચાંદી, ચાંદીના ઘરેણાં, ઘી, અત્તર, સૌંદર્ય પ્રસાધનો વગેરેનું દાન કરવું જોઈએ. તમારી રાશિનો શાસક ગ્રહ શુક્ર છે.

મિથુનઃ તમારી રાશિનો અધિપતિ ગ્રહ બુધ છે, આથી તમારી રાશિના લોકો કારતક પૂર્ણિમાના દિવસે લીલાં વસ્ત્રો, લીલાં ફળ, નીલમણિ, કાંસાનાં વાસણો વગેરેનું દાન કરી શકે છે.

કર્કઃ આ રાશિનો શાસક ગ્રહ ચંદ્ર છે. કારતક પૂર્ણિમાના સ્નાન પછી તમારે ચોખા, દૂધ, ખાંડ, સફેદ વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ. લાભ થશે.

સિંહ: કારતક પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા બાદ સિંહ રાશિવાળા લોકો લાલ કે કેસરી રંગના કપડા, પરવાળા, કેસર, તાંબુ, ઘી વગેરેનું દાન કરી શકે છે. તમારી રાશિના સ્વામી સૂર્ય ભગવાન છે.

કન્યા: મિથુન રાશિની જેમ તમારી રાશિનો શાસક ગ્રહ બુધ છે. તમે કાર્તિક પૂર્ણિમાના સ્નાન પછી લીલાં વસ્ત્રો, લીલાં ફળો, નીલમણિ, કાંસાનાં વાસણો વગેરેનું દાન કરીને પણ લાભ લઈ શકો છો.

તુલા: વૃષભની જેમ તમારી રાશિનો શાસક ગ્રહ શુક્ર છે. કારતક પૂર્ણિમાના દિવસે તમે મોતી, ઘી, અત્તર, સફેદ વસ્ત્રો, હીરા વગેરેનું દાન કરી શકો છો.

વૃશ્ચિક: તમારી રાશિનો શાસક ગ્રહ મંગળ છે. તેમનો શુભ રંગ લાલ છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે તમારે કસ્તુરી, કેસર, લાલ વસ્ત્ર, તાંબુ, જમીન વગેરેનું દાન કરવું જોઈએ.

ધન: ગુરુદેવ ગુરુ તમારી રાશિનો શાસક ગ્રહ છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા પછી તમે પીળા રંગના કપડા, હળદર, સોનું, પિત્તળની વસ્તુઓ, પુસ્તકો વગેરેનું દાન કરી શકો છો.

મકર અને કુંભ: આ બંને રાશિનો શાસક ગ્રહ શનિ છે. કારતક પૂર્ણિમાએ સ્નાન કર્યા બાદ કાળા તલ, ધાબળો, કાળા કે વાદળી વસ્ત્રો, ગરમ વસ્ત્રો, લોખંડ, સ્ટીલના વાસણો વગેરેનું દાન કરવું જોઈએ.

મીન: આ રાશિના લોકોએ પણ પીળા રંગના કપડા, હળદર, સોનું, પિત્તળની વસ્તુઓ, પુસ્તકો વગેરેનું દાન કરવું જોઈએ કારણ કે તમારી રાશિનો અધિપતિ ગ્રહ પણ ગુરુ છે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles