fbpx
Monday, January 13, 2025

શુક્રવારે કરવામાં આવેલ આ કાર્યથી સૌભાગ્ય મળે છે, વર્ષોની દરિદ્રતા પણ દૂર થાય છે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહને સંબંધિત છે. સપ્તાહના વાર અનુસાર જો પૂજા પાઠ અને કેટલાક ઉપાય કરવામાં આવે તો તેનાથી શુભ ફળ ઝડપથી પ્રાપ્ત થાય છે. આ રીતે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય કરવાથી જીવનમાં આવેલી ધન સંબંધિત સમસ્યા દૂર થઈ શકે છે. આજે તમને આર્થિક સમસ્યાથી મુક્તિ અપાવે તેવા કેટલાક ચમત્કારિક અપાય વિશે જણાવીએ. આ ઉપાયો કરવાથી ભાગ્યનો સાથ મળે છે અને ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે. 

શુક્રવારે માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે વ્રત રાખવું જોઈએ. સાથે જ શુક્ર ગ્રહ સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ. તેનાથી શુક્ર મજબૂત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. આ સાથે જ શુક્રવારે ગાય અને કીડીને લોટ પણ ખવડાવવો જોઈએ. 

શુક્રવારના દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું અને ઘરની સાફ-સફાઈ કરવી. ઘરમાં સ્વચ્છતા જાળવવાથી અને પછી લક્ષ્મીજીની પૂજા કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. 

શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ. જેના ઉપર લક્ષ્મીનારાયણના આશીર્વાદ હોય છે તેના જીવનમાં ધનની ક્યારેય ખામી રહેતી નથી. શુક્રવારના દિવસે સફેદ રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ. 

શુક્રવારના દિવસે લક્ષ્મીજીની પૂજા કરી વ્રત કરવાનો સંકલ્પ લેવો. જો કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો ઓમ શં શુક્રાય નમઃ મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles