શનિવાર નો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિદેવ મનુષ્ય દ્વારા કરવામાં આવેલા સારા-ખરાબ કર્મોનો હિસાબ રાખે છે અને એના પ્રમાણે ફળ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિદેવને નવ ગ્રહોમાંથી સૌથી ધીમી ગતિએ ચાલવા વાળો ગ્રહ માનવામાં આવે છે. આ જ કારણથી શનિદેવ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. એવામાં રાશિઓ પર શનિની સાડાસાતી અને ઢૈયા ચાલે છે.
જેનાથી જાતકોએ જીવનમાં ઘણા પ્રકારના દુઃખ, કષ્ટ, પીડાનો સામનો કરવો પડે છે. ઘણા પ્રકારની પરેશાનીઓથી જીવન ઘેરાય જાય છે. એવામાં તમે પણ શનિદેવની સાડાસાતી અને ઢૈયાના પ્રકોપનો સામનો કરવો પડે છે તો તમે શનિવારના દિવસે કેટલાક ઉપાય કરી મુક્તિ મેળવી શકો છો.
સાડાસાતી અને ઢૈયાથી મુક્તિ મેળવવાના ઉપાય
જે પણ વ્યક્તિ શનિની સાડાસાતી અને ઢૈયાના પ્રભાવમાં હોય તેમને લોટ, ખાંડ અને કાળા તલ મિક્સ કરીને સતત થોડા શનિવાર સુધી કીડીઓને ખવડાવવું જોઈએ.
જો તમે આ દોષથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમારે શનિદેવના દસ નામોનો લગભગ 108 વાર જાપ કરવો જોઈએ. આનાથી તમને જલ્દી ફાયદો જોવા મળશે.
જો તમે શનિવારે દાન કાર્ય કરો છો તો ભગવાન શનિ તેનાથી પ્રસન્ન થાય છે. તમારી ક્ષમતા અનુસાર તમે કાળી અડદની દાળ, કાળા કપડાં, કાળા તલ વગેરે જરૂરિયાતમંદોને દાન કરી શકો છો.
જો તમે શનિવારે બજરંગબલીની પૂજા કરશો તો શનિ દોષ, તેમના પ્રકોપ, ઢૈયા, સાડાસાતીથી પણ છુટકારો મેળવી શકો છો. તેના માટે તમારે થોડા દિવસો સુધી સતત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ.
કાળા ઘોડાની નાળમાંથી બનેલી વીંટી બનાવીને તેને પહેરવાથી શનિદેવને લગતી સમસ્યાઓ અને દોષોમાંથી મુક્તિ મળી શકે છે. ધ્યાન રાખો કે શનિવારે સૂર્યાસ્ત સમયે આ વીંટી ફક્ત મધ્યમ આંગળીમાં જ પહેરો.
જ્યારે પણ તમે શનિદેવની પૂજા કરો ત્યારે તેમને બ્લુ ફૂલ ચઢાવો અને શનિ મંત્ર “ઓમ શન શનૈશ્ચરાય નમઃ” નો 108 વાર જાપ કરો. જો તમે દર શનિવારે આવું સતત કરશો તો તમને શનિ દોષ અને શનિનિયુ સાડાસાતીમાંથી રાહત મળશે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)