હિન્દુ પંચાંગ અનુસાર, માગશર(ગુજરાત કારતક) કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કાલભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે માગશર મહિના દરમિયાન 5 ડિસેમ્બર 2023ના દિવસે એટલે આજે કાલ ભૈરવ જયંતિ ઉજવવામાં આવી રહી છે. આ દિવસે ભગવાન શિવના પાંચમા અવતાર કાલ ભૈરવની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કાલ ભૈરવને તંત્ર-મંત્રના દેવતા માનવામા આવે છે. એટલા માટે તંત્ર-મંત્રની સાધના કરવા પહેલા કાલ ભૈરવની પૂજા કરવામાં આવે છે.
માન્યતા છે કે કાલ ભૈરવની પૂજા કરવાથી શત્રુનો નાશ થાય છે અને જાતકોને ભયથી મુક્તિ મળે છે. એ ઉપરાંત જાતકોના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓનું આગમન થાય છે. એવું માનવામાં આવે છે કે જો તમે આ દિવસે વિધિ-વિધાન સાથે પૂજા કરવા ઉપરાંત કેટલાક ખાસ ઉપાય કરવાથી ભગવાન ભોલેનાથ ખુબ પ્રસન્ન થાય છે. તો ચાલો જાણીએ આના ઉપાયો અંગે.
કાલ ભૈરવ જયંતિના દિવસે જરૂર કરો આ ઉપાય
કાલ ભૈરવ જયંતિના દિવસે બીલીના પાન પર લાલ અથવા સફેદ ચંદનથી ‘ઓમ નમઃ શિવાય’ લખીને શિવલિંગને અર્પણ કરો. આ દરમિયાન તમારું મોઢું પૂર્વ કે ઉત્તર તરફ રાખો. એવું કહેવાય છે કે આ કરવાથી બાબા કાલ ભૈરવ પ્રસન્ન થશે અને તમારી મનોકામના પૂર્ણ કરશે.
કૂતરાને ભગવાન કાલ ભૈરવનું વાહન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં કાલ ભૈરવ જયંતિના દિવસે કાળા કૂતરાને મીઠી રોટલી અને ગોળની ખીર ખવડાવો. તેનાથી તમારા જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર થઈ જશે.
આ દિવસે કાલભૈરવની પૂજા વિધિ-વિધાન સાથે કરી ‘ઓમ કાલભૈરવાય નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. તેની સાથે ભૂત-પ્રેત જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે.
કાલ ભૈરવ જયંતિના દિવસે બાબા કાલ ભૈરવને ગુલાબ અને ચંદન અર્પણ કરો. આ સાથે તેમની સામે સુગંધિત અગરબત્તી સળગાવો. આ સિવાય આ દિવસે ભૈરવ બાબાને પાંચ કે સાત લીંબુની માળા અર્પણ કરો. કહેવાય છે કે આમ કરવાથી ભૈરવ બાબા પુષ્કળ આશીર્વાદ વરસાવશે.
કાલ ભૈરવ જયંતિના દિવસે બાબા કાલ ભૈરવને ગુલાબ અને ચંદન અર્પણ કરો. આ સાથે તેમની સામે સુગંધિત અગરબત્તી સળગાવો. આ સિવાય આ દિવસે ભૈરવ બાબાને પાંચ કે સાત લીંબુની માળા અર્પણ કરો. કહેવાય છે કે આમ કરવાથી ભૈરવ બાબા પુષ્કળ આશીર્વાદ વરસાવશે.
કાલ ભૈરવ જયંતિના દિવસે વિધિ પ્રમાણે પૂજા કરવાની સાથે આ દિવસે વ્રત રાખવું જોઈએ. એવું કહેવાય છે કે આ વ્રત કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)