સૂર્ય ભગવાનને તમામ ગ્રહોના સ્વામી માનવામાં આવે છે અને જ્યારે પણ સૂર્ય ભગવાન રાશિમાં ફેરફાર કરે છે, ત્યારે તે તમામ રાશિઓ પર અસર કરે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, સૂર્યદેવ 16 ડિસેમ્બર 2023ના રોજ બપોરે 03.47 વાગ્યે ધનુરાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ભગવાનનું આ રાશિ પરિવર્તન આ રાશિના લોકો માટે ખૂબ જ ફળદાયી રહેશે.
મેષ રાશિના જાતકોને પિતાનો પ્રેમ મળશે
મેષ રાશિના લોકો માટે, સૂર્ય ભગવાન 5મા ઘરના સ્વામી છે અને હવે 16મી ડિસેમ્બર 2023ના રોજ મેષ રાશિ માટે 9મા ભાવમાં સંક્રમણ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં આ ઘર ધર્મ, પિતા, ગુરુ, લાંબી યાત્રા અને ભાગ્યનું છે. સૂર્ય ભગવાનના પ્રભાવથી મેષ રાશિના લોકોને પિતા અને ગુરુનો પ્રેમ મળશે. ઉચ્ચ શિક્ષણમાં તમને સફળતા મળશે. શૈક્ષણિક પ્રવાસ પર પણ જઈ શકો છો. પરિવારમાં દરેક વ્યક્તિ સાથેના સંબંધોમાં મધુરતા રહેશે. મેષ રાશિવાળા લોકોએ સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે તેમના પિતાનું સન્માન કરવું જોઈએ. ઘરની બહાર નીકળતી વખતે પિતાના ચરણ સ્પર્શ કરવા જોઈએ.
વૃષભ રાશિવાળા લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે
વૃષભ રાશિના લોકો માટે સૂર્ય ભગવાન ચોથા ઘરના સ્વામી છે. 16 ડિસેમ્બર 2023ના રોજ સૂર્ય ભગવાન 8મા ભાવમાં સંક્રમણ કરશે. આઠમું ઘર દીર્ધાયુષ્ય, આકસ્મિક ઘટનાઓ અને વિશિષ્ટ વિજ્ઞાન વગેરેનું ઘર માનવામાં આવે છે. વૃષભ રાશિના લોકો માટે સૂર્ય ભગવાનનું સંક્રમણ શુભ ગણી શકાય નહીં. આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના લોકોનો આત્મવિશ્વાસ ઘટશે. તમે માનસિક અને શારીરિક રીતે પરેશાન થઈ શકો છો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. પારિવારિક જીવનમાં પણ તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમારે નવું મકાન કે વાહન ખરીદવું હોય તો રોકો. વાહન ચલાવતી વખતે પણ સાવચેત રહો. વૃષભ રાશિવાળા લોકોએ સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે દરરોજ આદિત્ય હૃદયમ્ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)