ન્યાય દેવ શનિ કર્મોના હિસાબે વ્યક્તિને ફળ આપે છે. કહેવાય છે કે એક વખત શનિની વક્ર દ્રષ્ટિ કોઈ વ્યક્તિ પર પડી ગઈ તો તેના જીવનમાં તબાહી આવવી નક્કી છે. જોકે શનિ હંમેશા લોકોથી નારાજ રહેતા નથી. એક વખત શનિ પ્રસન્ન થઈ જાય તો વ્યક્તિનું જીવન ખુશીઓથી ભરી દે છે.
શનિની પીડા સમાપ્ત કરવા માટે લોખંડની વીંટી ધારણ કરવામાં આવે છે. આ વીંટી જો ઘોડાની નાળ કે નાવની કીલથી બનેલી હોય તો વધુ લાભકારી હોય છે.
આ વીંટીને ધારણ કરવા માટે જે અંગૂઠી બનાવવામાં આવે છે. તેને આગમાં તપાડવામાં આવતી નથી. શનિવારે તેને સરસવના તેલમાં થોડો સમય મૂકી દો. પછી પાણીથી ધોઈને જમણા હાથની વચલી આંગળીમાં ધારણ કરો. જો તમને શનિના કારણે શારીરિક પીડા છે કે દુર્ઘટનાઓના યોગ છે તો તેને ધારણ કરવુ ખૂબ શુભ રહેશે.
શનિ માટે સરસવના તેલનું દાન કરવુ અને ઉપયોગ કરવો ખૂબ અનુકૂળ પરિણામ આપે છે. જો શનિના કારણે તમને જીવનમાં સફળતા મળી શકતી નથી તો સરસવના તેલનો વિશેષ ઉપયોગ કરો. શનિવારે સવારે લોખંડના વાસણમાં સરસવનું તેલ લઈ લો અને તેમાં એક રૂપિયાનો સિક્કો નાખો. તેલમાં પોતાનો ચહેરો જોઈને કોઈ નિર્ધન વ્યક્તિને દાન કરો અથવા પીપળાની નીચે રાખી દો.
શનિ જો જીવનમાં આર્થિક સમસ્યાઓ આપી રહ્યા હોય અને ધનનો અભાવ થતો જઈ રહ્યો હોય તો કાળી અડદની દાળ કે કાળા તલનો ઉપયોગ કરો. શનિવારે સાંજે સવા કિલો કાળી અડદની દાળ કે કાળા તલ કોઈ નિર્ધન વ્યક્તિને દાન કરો. પાંચ શનિવાર સુધી આ દાન કરો. દાન કરવાની સાથે જ તમારી આર્થિક સમસ્યાઓ સમાપ્ત થઈ જશે.
શનિ માટે જે તમામ દાન કરવામાં આવે છે તેમાં ભોજન બનાવવાના લોખંડના વાસણ વિશેષ મહત્વ રાખે છે. જો કુંડલીમાં દુર્ઘટનાઓના યોગ હોય કે વારંવાર દુર્ઘટનાઓ કે ઓપરેશન થવા લાગે તો ભોજન બનાવવાના લોખંડના વાસણનું દાન કરવુ જોઈએ. શનિવારે સાંજે કોઈ નિર્ધન વ્યક્તિને તવી, કડાઈ કે લોખંડના વાસણ દાન કરવાથી દુર્ઘટનાના યોગ ટળી જાય છે.
ઘોડાની નાળનું શનિ માટે અત્યંત મહત્વ હોય છે પરંતુ ધ્યાન રાખો કે તે ઘોડાની નાળનો શનિ માટે ઉપયોગ કરો જે ઘોડાના પગમાં પહેલા લાગેલી હોય. એકદમ નવી ખરીદેલી કે ઉપયોગ કર્યા વિનાની નાળ કોઈ પ્રભાવ પેદા કરશે નહીં. શુક્રવારે ઘોડાની નાળ સરસવના તેલથી ધોઈ લો. પછી શનિવારે સાંજે ઘરના મુખ્ય દ્વાર પર લગાવી દો. આવુ કરવાથી ઘરના તમામ લોકો પર શનિની કૃપા રહેશે અને ઘરમાં કંકાશ રહેશે નહીં.
જો આરોગ્યની ગંભીર સમસ્યા હોય અને બીમારી જઈ રહી ન હોય તો પહેરવાની કાળી વસ્તુઓનું દાન કરવુ જોઈએ. શનિવારે સાંજે કોઈ નિર્ધન વ્યક્તિને કાળા કપડા અને કાળા ચપ્પલનું દાન કરો. દાન કર્યા બાદ તે નિર્ધન વ્યક્તિથી આશીર્વાદ લો, તમારુ આરોગ્ય ધીમે-ધીમે સારુ થવા લાગશે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)