હિન્દુ જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે. શનિદેવ વ્યક્તિને કર્મો અનુસાર ફળ આપે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ ત્રીજા, છઠ્ઠા અને 11માં ઘરમાં સ્થિત હોય તો શનિદેવ શુભ ફળ આપે છે. જે વ્યક્તિ પર શનિની સાડાસાતી ચાલી રહી હોય એમણે વિશેષ સાવધાની રાખવી જોઈએ અને શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય કરવા જોઈએ.
શનિવારે કાળા કપડાં પહેરો
શનિદેવની કૃપા મેળવવા માટે તમારે શનિવારે કાળા કપડાં પહેરવા જોઈએ અને તમારા સહકર્મીઓ, નોકર-ચાકરોને હંમેશા ખુશ રાખવા જોઈએ. આ સિવાય વડીલોનું સન્માન કરવું જોઈએ.
શનિવારે આ વસ્તુઓનું સેવન ન કરો
જ્યારે શનિની સાડાસાતી હોય ત્યારે વ્યક્તિએ શનિવારના દિવસે આલ્કોહોલ, માછલી, ઈંડા કે માંસાહારી ખોરાકનું સેવન ન કરવું જોઈએ. તે જ સમયે, શનિવારે રાત્રે દૂધનું સેવન ન કરવું જોઈએ. શનિવારના દિવસે રબર અને લોખંડ સંબંધિત વસ્તુઓ ન ખરીદવી જોઈએ.
સરસવનું તેલ અને કાળી દાળનો ઉપાય
શનિદેવન સરસવનું તેલ અને કાળી દાળ અર્પણ કરવી જોઈએ. આ સિવાય હનુમાનજીની પૂજા કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે. વૈદિક જ્યોતિષ અનુસાર શનિવારે દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)