સનાતન ધર્મમાં એકાદશી એટલે કે અગિયારસનું ઘણું મહત્વ છે. વર્ષમાં દરેક મહિનામાં બે વાર એકાદશી વ્રત રાખવામાં આવે છે. એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં પરંતુ દરેક એકાદશીનું મહત્વ અલગ-અલગ હોય છે. એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરવામાં આવે છે.
માગશર મહિનામાં આવતી એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે. જે તિથિ આગામી 22 ડિસેમ્બરે આવશે.
ધાર્મિક ગ્રંથો અનુસાર મોક્ષદા એકાદશીનું મોક્ષ પ્રાપ્તિ માટે વિશેષ મહત્વ માનવામાં આવે છે. એટલું જ નહીં, આ એકાદશીને આસક્તિનો નાશ કરનારી એકાદશી પણ માનવામાં આવે છે. મોક્ષદા એકાદશીના દિવસે શ્રી હરિની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણએ આ દિવસે દ્વાપર યુગમાં કુરુક્ષેત્રમાં ગીતાનું જ્ઞાન આપ્યું હતું. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા થાય છે.
મોક્ષદા એકાદશીના દિવસે કરો આ ઉપાયઃ
1. મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમદ ભગવદ ગીતાની પૂજા કરવી જોઈએ. આ સિવાય આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માટે ભોજન બપોર પછી લેવું જોઈએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે.
2. મોક્ષદા એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. આ પછી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ. સાંજે દીવો પ્રગટાવીને ધૂપ પ્રગટાવવો જોઈએ અને મંત્રોના જાપ કરવા જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા જળવાઈ રહે છે.
3. દ્વાદશી પર પૂજા કર્યા પછી એકાદશીના બીજા દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન અને દાન આપવું જોઈએ. આ સાથે ભોજન લઈને વ્રત તોડવું જોઈએ. જે વ્યક્તિ આ દિવસે દાન કરે છે તેને ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. આ દિવસે અનાજનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દાન અને દક્ષિણા પછી વ્રત તોડવું જોઈએ.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)