fbpx
Friday, January 10, 2025

કબજિયાતથી પીડિત લોકોએ આમળા ખાવા જોઈએ, શરીર રહેશે સ્વસ્થ

સ્વસ્થ રહેવા માટે પાચન શક્તિ મજબૂત હોવી ખુબજ જરૂરી છે. પરતું આજે બદલાતી જીવનશૈલીનાં કારણે અને અયોગ્ય ખાનપાનનાં કારણે લોકોની પાચન શક્તિ નબળી થવા લાગી છે. જેના કારણે કબજિયાત જેવી સમસ્યા થાય છે.

જો તમને કબજિયાતની સમસ્યા હોય અને કલાકો સુધી ટોઇલેટની અંદર બેસી રહેવું પડતું હોય તો તમારે આમળાનું સેવન કરવું જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ આમળાનું સેવન પાચન શક્તિને મજબૂત બનાવે છે. જેના કારણે કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે. આમળાની અંદર ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે. જે પાચન શક્તિ મજબૂત બનાવે છે. ફાયબરનાં સેવનથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. જે આંતરડાનાં માઇક્રોબાયોમને વધારવામાં પણ મદદ કરે છે. આ રીતે મળ ત્યાગ સરળ બને છે અને કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે.

આમળાને આ 4 રીતે આહારમાં સામેલ કરો

આમળા જ્યુસ
આમળાનું જ્યુસ બનાવવા માટે 5 થી 6 આમળાને કટ કરી ગ્રાઈન્ડ કરી લો. આ રીતે સરળતાથી આમળાનું જ્યુસ બની જશે. દરરોજ સવારે ખાલી પેટ આમળાનાં જ્યુસનું સેવન કરવું જોઈએ.

આમળા પાવડર
આ માટે આમળાને તડકામાં સુકવી દો. ત્યારબાદ સુકાયેલા આમળાને મિક્સરની અંદર સરખી રીતે ગ્રાઈન્ડ કરી લો. આ રીતે આમળા પાવડર તૈયાર થઈ જશે. દરરોજ રાત્રે ઊંઘતા પહેલા અળધી ચમચી આમળા પાવડરને હુંફાળા પાણી સાથે સેવન કરવાથી કબજિયાતની સમસ્યા સામે રાહત મળશે.

પલાળેલા આમળા
રાત્રે 5 થી 6 આમળાને પલાળી લો. સવારે ખાલી પેટ તેનું સેવન કરો.

આમળા અને કાળું મીઠું
તમે કાળા મીઠાં સાથે પણ આમળાનું સેવન કરી શકો. કાળા મીઠાં સાથે આમળાનું સેવન કરવાથી તેની કડવાશ ઓછી થશે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles