વર્ષ 2024માં અનેક ગ્રહો ગોચર કરીને શુભ અને રાજયોગ બનાવી રહ્યા છે. જેમાં માલવ્ય અને શશ રાજયોગ પણ સામેલ છે. માલવ્ય રાજયોગ શુક્ર બનાવશે. જ્યારે શશ રાજયોગ કર્મફળ દાતા શનિ દેવ બનાવશે. કારણ કે શુક્ર ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ભ્રમણ કરશે. આ સાથે જ શનિદેવ પોતાની સ્વરાશિ કુંભમાં ભ્રમણ કરશે. આવામાં આ રાજયોગનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેને આ સમયે આકસ્મિક ધનલાભ અને સાથે સાથે પ્રગતિના પણ પ્રબળ યોગ છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે…
વૃષભ રાશિ
તમારા માટે વર્ષ 2024 ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી ગોચર કુંડળીમાં શશ રાજયોગ બનાવશે અને તેમનું ભ્રમણ કર્મભાવ પર રહેશે. આથી આ સમય દરમિયાન નોકરીયાતોને ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે. પદોન્નતિ થઈ શકે છે. તમારા પ્લાનિંગ મુજબ તમામ યોજનાઓ પૂરી થવાથી તમારી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. આ સાથે જ આ વર્ષે તમે વાહન કે પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. વેપારી વર્ગને પણ સારો એવો લાભ થઈ શકે છે. નવા ઓર્ડર મળી શકે છે.
સિંહ રાશિ
વર્ષ 2024 તમને દૈનિક આવક અને વૈવાહિક જીવનની રીતે શુભ ફળ આપશે. કારણ કે આ વર્ષે તમને શુક્ર દેવના પણ વિશેષ આશીર્વાદ મળશે. આ સાથે જ શનિદેવ તમારી રાશિથી સપ્તમ ભાવ પર ભ્રમણ કરશે. અને શશ રાજયોગનું નિર્માણ કરશે. આથી આ સમય પરિણીત લોકોનું વૈવાહિક જીવન શાનદાર રહેશે. તમારા ધન સંલગ્ન યોગનાઓ સફળ રહેશે અને તમારા માટે આ વર્ષ કરિયર અને કારોબારના મામલે સારું સાબિત થશે. જે લોકોનો પ્રેમ સંબંધ ચાલુ છે તેઓ આ વર્ષે લગ્ન કરી શકે છે.
કુંભ રાશિ
વર્ષ 2024 તમારા માટે લકી સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ એક તો તમારી રાશિના સ્વામી છે. આ સાથે જ શનિ દેવ તમારી ગોચર કુંડળીમાં શશ રાજયોગ બનાવશે. જ્યારે શુક્ર ગ્રહ પણ તમને આશીર્વાદ આપશે. આથી આ વર્ષે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. કામ કાજમાં પ્રગતિ થશે. નોકરીમાં ઉન્નતિ થશે અને ધનની પણ સારી એવી બચત કરી શકશો. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સાથે જ શશ રાજયોગની દ્રષ્ટિ તમારી રાશિથી સપ્તમ ભાવ પર પડી રહી છે. આથી આ સમય પરિણીત લોકોનું લગ્ન જીવન ખુશનુમા રહેશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)