રમેશ (મીનાને) : જ્યારે પણ
હું પપ્પાની તલવાર જોઉં છું,
તો મને યુદ્ધમાં જવાનું મન થાય છે.
મીના : તો પછી જતો કેમ નથી?
રમેશ : શું કરું,
પછી તરત જ
તેમના નકલી પગ યાદ આવે છે.
😅😝😂😜🤣🤪
રમેશની મરઘી દિનેશના વાડામાં ઈંડુ મૂકી આવી.
રમેશ ઈંડુ લેવા માટે ગયો.
રમેશ : હું મારી મરઘીએ મૂકેલું ઈંડુ લેવા આવ્યો છું.
દિનેશ : નહિ આપું. મારા વાડામાં મૂકી ગઈ એટલે ઈંડુ મારુ કહેવાય.
રમેશ : મરઘી મારી છે એટલે ઈંડુ મારુ કહેવાય.
દિનેશ : પણ વાડો મારો છે.
રમેશ : ઠીક છે. આમ ઝઘડવાનો કોઈ અર્થ નથી.
એમ કરીએ હું તને એક લા-ત મા-રુ અને તું મને એક લાત માર.
નીચે પડીને જે ઓછા ટાઈમમાં ઉભો થઇ જાય ઈંડુ તેનું.
આ હરેશ આપણો અમ્પાયર.
દિનેશ : મને વાંધો નથી. ચાલ તું મને પેલા લા-ત મા-ર.
પછી રમેશે ઊંડો શ્વાસ લઈને એવી લા-ત મારી કે
દિનેશ પડ્યો અને કેટલીય વાર સુધી ઉંહકારા ભરતો રહ્યો.
પછી હરેશ ઘડિયાળ જોઈને બોલ્યો,
દિનેશે ઉઠવામાં બરોબર વીસ મિનિટ લગાવી.
દિનેશ : વાંધો નહીં. હવે મારો વારો.
રમેશ : રેવા દે! મારે ઈંડુ નથી જોઈતું. તું રાખી લે.
બિચારો દિનેશ…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)