દિવસેને દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. આ સમયે બીમાર પડવાની સંભાવનાઓ વધી જાય છે. તેનું એક માત્ર કારણ એ છે કે શિયાળામાં લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. શિયાળામાં એવા પ્રદાર્થનું સેવન કરવું જોઈએ જેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને.
શિયાળામાં તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે તમે આ મસાલાનાં ઉકાળાનું સેવન કરી શકો. આ ઉકાળાનાં સેવનથી તમે બીમાર નહીં પડો.
અજમા અને લસણ
અજમાની અંદર કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફેટ, પ્રોટીન, ફાયબર, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ, આયોડિન અને કોપર જેવા તત્વ હોય છે. અજમાનાં ઉકાળાનું સેવન પેટ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેનાથી શરીરને બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે. લસણનાં સેવનથી શરીર ગરમ રહે છે. જેના કારણે લોકો જલ્દી બીમાર પડતાં નથી. શિયાળાની અંદર લસણનું સેવન કરવું જોઈએ. તુલસીની અંદર એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે. જે તમારી નબળી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેથી તુલસીનું સેવન સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે.
જીરા-લસણનો ઉકાળો
જીરા, અજમા અને લવિંગનો ઉકાળો બનાવવો ખુબજ સરળ છે. એક બાઉલમાં એક ગ્લાસ પાણી લો. હવે તેની અંદર એક ચમચી અજમો ઉમેરો. તેની અંદર છીણેલી બે લસણની કરી ઉમેરો. ત્યારબાદ તુલસીનાં પાન અને 2 લવિંગ ઉમેરો. આ પાણી ઊકળે ત્યાં સુધી તેને પાકવા દો. જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો. રાત્રે સુતા પહેલા આ પાણીનું સેવન કરવું.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)