સાસુ અને નવી વહુની વાત.
સાસુ : જો વહુ, એક પછી એક પકોડા તળજે,
નહિ તો કોઈ કાચા રહી જશે.
અને હા, ભીંડાને એક એક કરીને ધોજે અને
પછી ટુવાલથી લૂછીને એક એક કરીને કાપજે.
અને સાંભળ આ કોથમીરના દરેક પાનને ધોઈને નાખજે.
આ રીતે કામ કરીને વહુ બે-ચાર દિવસથી પરેશાન હતી.
પછી પાંચમા દિવસે તેણે કહ્યું : મમ્મી તમે આ શાક કાપો,
ત્યાં સુધી હું નાહી લઉં.
જ્યારે વહુ ચાર કલાક સુધી બાથરૂમમાંથી બહાર ન આવી
ત્યારે સાસુએ કહ્યું, અરે વહુ, તને નાહવામાં કેટલો સમય લાગે છે?
વહુ : મમ્મી, હું એક પછી એક વાળ શેમ્પુ કરું છું,
હજુ ત્રણ કલાક લાગશે. તમે રસોઇ બનાવી દો.
એક નારી બધા પર ભારી.
😅😝😂😜🤣🤪
રડતી વહુને સાંત્વના આપતાં સાસુએ કહ્યું.
સાસુ : વહુ શું થયું, કેમ રડે છે?
વહુ મોટેથી રડવા લાગી.
સાસુ : અરે હવે ચૂપ થઇ જા.
વહુ : આડોસ પડોસના લોકો મને ભેંસ જેવી જાડી
અને ઓછી બુદ્ધિવાળી કહે છે,
શું હું ભેંસ જેવી દેખાઉં છું.
સાસુ : ના દીકરી.
વહુ : અને તેઓ એવું પણ કહે છે કે હું બિલકુલ
મારી સાસુ જેવી દેખાઉં છું.
સાસુ બેભાન થઇ ગઈ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)