હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિ પર્વનું ખૂબ મહત્વ છે. મકર સંક્રાંતિ વર્ષનો પહેલો તહેવાર હોય છે. જે દિવસે ગ્રહોના દેવતા સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસે શિયાળુ સંક્રાંતિની સાથે મહિનાના અંત અને લાંબા દિવસની શરૂઆત થવાનો સંકેત મળવા લાગે છે. મકરસંક્રાંતિનો દિવસ સૂર્ય દેવને સમર્પિત હોય છે તેથી આ દિવસે સૂર્ય દેવની પૂજા અને વ્રતનું વિધાન છે.
હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે મકરસંક્રાંતિ પર્વ 15 જાન્યુઆરી 2024એ મનાવવામાં આવશે. મકરસંક્રાંતિના દિવસે દાન-પુણ્યનું ખૂબ મહત્વ છે. આ દિવસે તમારે અમુક વાતોનું ધ્યાન રાખવાની જરૂર હોય છે.
- મકર સંક્રાંતિના દિવસે તમારે ડુંગળી, લસણ અને તામસિક ભોજન ખાવાથી બચવુ જોઈએ.
- મકર સંક્રાંતિના દિવસે તમારે સાત્વિક ભોજન બનાવીને જ ગ્રહણ કરવુ જોઈએ.
- મકર સંક્રાંતિના દિવસે તમારે ક્યારેય પણ વડીલો અને ગરીબોનું અપમાન કરવુ જોઈએ નહીં. તેનાથી તમે પાપના ભાગી બનો છો.
- મકર સંક્રાંતિના દિવસે તમારે કોઈની નિંદા કે કોઈ નેગેટિવ વાત બોલવાથી બચવુ જોઈએ.
- મકર સંક્રાંતિના દિવસે તમારે ચોખા, દાળ, ગોળ, દ્રાક્ષ, સૂકા મેવા અને દૂધથી બનેલા મીઠા ભાતને જરૂર બનાવવા જોઈએ.
- મકર સંક્રાંતિના દિવસે તમે કોઈ ધાર્મિક સ્થળ પર જઈને ભગવાનના આશીર્વાદ લો અને ત્યાં સમય પસાર કરો.
- મકર સંક્રાંતિના દિવસે તમારે મીઠા કોળાનું સેવન જરૂર કરવુ જોઈએ.
ॐ घृणिं सूर्य्य: आदित्य:
ॐ ह्रीं ह्रीं सूर्याय नमः
ॐ सूर्याय नम:
ॐ घृणि सूर्याय नम:
ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्रकिरणराय मनोवांछित फलम् देहि देहि स्वाहा
ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पते, अनुकंपयेमां भक्त्या, गृहाणार्घय दिवाकर:
ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)