હિંદુ ધર્મમાં મંદિરની ઉપર એટલે કે શિખર પર ધ્વજા ચઢાવવામાં આવે છે.જેનું એક આગવુ મહત્વ છે. ધ્વજા પર અલગ અલગ ચિન્હો પણ જોવા મળતા હોય છે. આજે પણ મોટાભાગના લોકો મંદિરમાં ધ્વજાને અર્પણ કરે છે.
માન્યતાઓ અનુસાર પ્રાચીન સમયમાં જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતુ. ત્યારે તમામ દેવતાઓએ તેમના રથ પર પ્રતીક ચિન્હો મુક્યા હતા.
ત્યારથી જ ધ્વજા ચઢાવવાની પ્રથા શરુ થઈ હતી.
આ સાથે જ એવી માન્યતા છે કે મંદિરમાં ધ્વજા ચઢાવવાથી ભગવાન માત્ર મંદિરની જ નહીં પરંતુ સમગ્ર શહેરની રક્ષા કરે છે.
સનાતન ધર્મ અનુસાર ધ્વજને સંસ્કૃતિ, વિજય અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. મંદિરમાં ધ્વજાને વાયવ્ય ખૂણામાં ફરકાવો જોઈએ.
મંદિરના શિખર પર ત્રિકોણાકાર કેસરી ધ્વજા લગાવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર ધ્વજા પર સ્વસ્તિક અથવા ઓમ લખેલ ત્રિકોણાકાર કેસરી ધ્વજા ચઢાવવી શુભ માનવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં દરેક દેવી-દેવતા સાથે સંબંધિત ધ્વજ તેમના વાહનનું પ્રતીક ધરાવે છે. જેમાં વિષ્ણુજીના ધ્વજ પર ગરુડ, શિવજીના ધ્વજ પર વૃષભ, બ્રહ્માજીના ધ્વજ પર કમળનું પ્રતીક જોવા મળે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)