fbpx
Saturday, October 26, 2024

આ 5 સુપરફૂડ્સ કડકડતી ઠંડીમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે

હાલ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. વધુ પડતી ઠંડીનાં કારણે રોગપ્રતિકારક શક્તિ પર અસર પડે છે. જેના કારણે લોકોને શરદી-ઉધરસ જેવી સમસ્યાઓ થઈ જાય છે. આ ઋતુમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મોસમી બિમારીઓથી બચવા માટે આ 5 સુપરફૂડ્સ ફૂડ્સનું સેવન કરો.

બાજરી
શિયાળાની ઋતુમાં ઘઉંની રોટલીની જગ્યાએ બાજરાનાં રોટલાનું સેવન કરવું જોઈએ. બાજરાની અંદર ભરપૂર પ્રમાણમાં મિનરલ્સ અને ફાયબર હોય છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ તો મજબૂત બને છે પરતું સાથે-સાથે હાડકાં પણ મજબૂત બને છે. બાજરાનાં સેવનથી સાંધાનો દુ:ખાવો ઓછો થઈ જાય છે.

ગોળ અને ઘી
શિયાળાની ઋતુમાં તમારે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો જોઈએ. ગોળ અને ઘીનાં સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેના કારણે શરદી-ઉધરસ જેવી સમસ્યાઓથી રાહત મળે છે. ઘીની અંદર કેલરીનું પ્રમાણ વધુ હોય છે. જે ઉર્જાનું સ્તર વધારવામાં મદદરૂપ થાય છે. ગોળમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધુ હોય છે. જે ઉર્જા પ્રદાન કરે છે.

કુલ્થી
કુલ્થીની દાળ તાસીરમાં ગરમ હોય છે. તેના સેવનથી શરીર ગરમ રહે છે. કુલ્થીનાં સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને શરદી-ઉધરસ જેવી બીમારીઓ સામે રક્ષણ મળે છે.

મખાના
શિયાળામાં વજન વધી જાય છે. મખાનામાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. તેના સેવનથી વજન નિયંત્રણમાં રહે છે. મખાનામાં એન્ટીબેક્ટેરિયલ, કેલ્શિયમ અને પ્રોટીન જેવા ગુણ હોય છે. જે શરીરનું કેટલીક સમસ્યાઓથી રક્ષણ કરે છે.

સફેદ તલ
શિયાળામાં સફેદ તલનું સેવન જરૂર કરવું જોઈએ. તલ તાસીરમાં ગરમ હોય છે. તેના સેવનથી શરીર ગરમ રહે છે. સફેદ તલ ઉર્જાનું ઉત્તમ સ્ત્રોત છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles