fbpx
Saturday, October 26, 2024

ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો માતા લક્ષ્મી ક્રોધિત થશે અને ભયંકર અછત થશે

હિંદુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. સનાતન ધર્મમાં ઘર બનાવવાથી લઈને ઘરમાં ફર્નિચરની ગોઠવણ, શણગાર અને છોડના વાવેતર સુધીની તમામ બાબતોમાં વાસ્તુશાસ્ત્રનો સહારો લેવામાં આવે છે. જો વાસ્તુનું પાલન કરવામાં ન આવે, તો વાસ્તુદોષનો સામનો થઈ શકે છે. વાસ્તુદોષ આપણા જીવનમાં આવતી મુશ્કેલી અને સંકટોનું મુખ્ય કારણ છે.

હિંદુ ધર્મગ્રંથોમાં આવા અનેક નિયમો છે, જેનું પાલન રોજીંદા નિયમમાં કરવું જોઈએ. આમ ન કરવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

જો નિયમોની જાળવણી ન કરવામાં આવે, તો લક્ષ્‍મીજી થશે ગુસ્સે

વાસ્તુ શાસ્ત્રમાં સવારે ઊઠવાથી લઈને ઘરમાં વસ્તુઓની જાળવણી વિશેના નિયમો આપવામાં આવ્યા છે, જો આ નિયમનોની જાળવણી ન કરવામાં આવે, તો માતા લક્ષ્‍મીને ગુસ્સો આવે છે અને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહે છે. જાણીએ કે, કયા કામો કરવાથી લક્ષ્‍મી માતા નારાજ થઈ શકે છે અને આર્થિક તંગી આવી શકે છે.

ભૂલથી પણ ન કરવા આ કામ

સૂર્યોદય બાદ ઉઠવું: સૂર્યોદય સમયે અથવા તે પહેલાં ઉઠવું શુભ માનવામાં આવે છે. તેનાથી સકારાત્મક ઊર્જા આવે છે. એવું માનવામાં આવે છે કે, સૂર્યોદય પછી ઉઠવાથી ઘરમાં દરિદ્રતા આવી શકે છે.

પાણીનું ટપકવું: ઘરમાં નળ કે ટાંકીમાંથી પાણીનું ટપકવું શુભ માનવામાં આવતું નથી, તેનાથી ઘરમાં આર્થિક તંગી આવી શકે છે.

આ દિવસે વાળ કાપવા: ગુરુવાર અને એકાદશીના દિવસે વાળ કપાવવાને અને નખ કાપવાને અશુભ માનવામાં આવે છે. તેનાથી મા લક્ષ્‍મી ક્રોધિત થાય છે, જેના કારણે ઘરમાં આર્થિક ભીંસ આવી શકે છે.

ખામીયુક્ત ઇલેક્ટ્રોનિક સામાન: ખરાબ ઇલેક્ટ્રોનિક સામાન ઘરની અંદર ન રાખવો જોઇએ. એવું માનવામાં ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન રાખવામાં આવે, તો પૈસાની ખોટ થાય છે.

સૂર્યાસ્ત પછી આ વસ્તુઓ આપવી: સૂર્યાસ્ત પછી કોઈને દૂધ, દહીં અથવા પૈસા આપવા અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં ધન હાનિ થાય છે, જેના કારણે તમારે આર્થિક સંકડામણનો સામનો કરવો પડી શકે છે.

ઘરમાં તૂટેલા ચંપલ રાખવા: ઘરમાં તૂટેલા ચંપલ રાખવા અશુભ માનવામાં આવે છે. તૂટેલા ચંપલ ઘરમાં ન રાખવા જોઈએ. આ ઉપરાંત, ફાટેલા અને જૂના કપડા પણ ઘરમાં ન રાખો, તેને અશુભ માનવામાં આવે છે. તેનાથી મા લક્ષ્‍મી ક્રોધિત થાય છે. આવા ચંપલનો યોગ્ય રીતે નિકાલ કરો.

ધૂળ-માટીની જમાવટ: ધનની દેવી લક્ષ્‍મીને સ્વચ્છતા ખૂબ ગમે છે. ઘરમાં ગંદકી રહે, તો ધન હાનિ થાય છે. ઘરની વસ્તુઓ ઉપર ધૂળ અને માટી જામી જવી અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

પૂજા ન કરવી: હિંદુ ધર્મમાં પૂજા, જપ, ઉપવાસનું ખૂબ મહત્વ છે. જો તમે ઘરમાં પૂજા ન કરો, તો દેવી લક્ષ્‍મી ક્રોધિત થાય છે. જેના કારણે આર્થિક તંગીના અને ગરીબીનો સામનો કરવો પડી શકે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles