દરેક ગ્રહ તેના નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે. ઘણી વખત ગ્રહોના રાશિ પરિવર્તનના કારણે કેટલાક શુભ અને અશુભ સંયોગ અને રાજયોગ પણ સર્જાતા હોય છે. વર્ષ 2024 આ પ્રકારના સંયોગની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે. આ વર્ષે શુક્ર અને શનિ ગ્રહની વિશેષ સ્થિતિ રહેવાની છે. માર્ચ મહિનામાં શુક્ર અને શનિ ગ્રહના કારણે બે રાજયોગ બનશે. શુક્ર ગ્રહ માલવ્ય રાજયોગ બનાવશે અને શની શશ રાજયોગ બનાવશે. આ બંને રાજયોગની શુભ અસર ત્રણ રાશિના જાતકોના જીવન પર પડશે. આ બંને રાજયોગ એક સાથે 500 વર્ષ પછી બની રહ્યા છે. જેની અસરના કારણે ત્રણ રાશિના લોકો અચાનક અમીર બની શકે છે. આ રાશિઓને કારકિર્દીમાં પણ સફળતા પ્રાપ્ત થશે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે આ સમય નોકરી અને વેપારમાં સફળતા પ્રાપ્ત કરવાનો રહેશે. નવી નોકરી મળી શકે છે અથવા તો નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આવકમાં વધારો થશે અને ધન કમાવાના નવા સ્ત્રોત બનશે. આ રાશિના લોકોની બુદ્ધિમકતા, એકાગ્રતા અને યાદશક્તિ સારી રહેશે. જે પણ લક્ષ પ્રાપ્ત કરવા પ્રયત્ન અને મહેનત કરશે તેમાં સફળતા મળશે.
તુલા રાશિ
તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. શુક્ર અને શનિ દ્વારા જે રાજયોગ બની રહ્યો છે તે સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર આપી શકે છે. આર્થિક સ્થિતિમાં ઉછાળો આવશે. નવું ઘર, ગાડી કે સંપત્તિના માલિક બની શકો છો. વ્યક્તિત્વમાં નિખાર આવશે. અવિવાહીતોના લગ્ન નક્કી થઈ શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિનો સ્વામી છે અને આ વર્ષ દરમિયાન શનિ પોતાની જ રાશિમાં ભ્રમણ કરશે. 30 વર્ષ પછી શનિ કુંભ રાશિમાં છે જેના કારણે આ રાશિના લોકોને ધન લાભ થશે. કારકિર્દીમાં પ્રગતિને તકો પ્રાપ્ત થશે. આવકમાં અચાનક વધારો થશે. બિઝનેસમાં નફો થશે. વ્યક્તિત્વમાં આકર્ષણ વધશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)