fbpx
Sunday, October 27, 2024

ભગવાન રામના બહેન કોણ હતા? શા માટે નથી થતો ઉલ્લેખ, જાણો રોચક કથા

હિંદુ ધર્મમાં, વેદ, પુરાણ, શાસ્ત્રો અને અન્ય ધાર્મિક પુસ્તકોમાં હિંદુ ધર્મની સંસ્કૃતિ અને વારસાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વેદ અને પુરાણોમાં જીવન જીવવાની રીત સહિત ધર્મ અને અધર્મને લગતા ઉપદેશો આપવામાં આવ્યા છે. ચાર વેદ સહિત રામાયણ અને મહાભારત જેવા ધાર્મિક ગ્રંથોમાં ઘણી પૌરાણિક કથાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રી રામ, લક્ષ્‍મણ, માતા સીતા અને હનુમાનજી સહિત રામાયણમાં વર્ણવેલ તમામ પાત્રોથી દરેક વ્યક્તિ સારી રીતે વાકેફ છે, પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શ્રી રામની એક બહેન પણ હતા.

તેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. ચાલો જાણી કોણ હતા ભગવાન રામના બહેન.

રામના બહેનનું નામ શાંતા હતું

રાજા દશરથ અને રાણી કૌશલ્યાનું પ્રથમ સંતાન એક પુત્રી હતા. જેનું નામ શાંતા હતું. શાંતા ભગવાન શ્રી રામના મોટા બહેન હતા. પુરાણો અનુસાર શાંતા દરેક કાર્યમાં કુશળ હતા અને બુદ્ધિશાળી હોવા ઉપરાંત અનેક કાર્યોમાં નિપુણ હતી.

પૌરાણિક કથાઓ અનુસાર, એકવાર રાણી કૌશલ્યાની બહેન વર્ષિણી તેના પતિ રોમપદ સાથે અયોધ્યા આવી હતી. તે સમયે રાણી કૌશલ્યાની બહેન નિઃસંતાન હતી. બાળકોના સુખથી વંચિત રહેવાથી રાજા રોમપદ અને વર્ષિણી ખૂબ જ દુઃખી હતા. ત્યારે રાજા દશરથે તેમને દુઃખી અને ઉદાસ જોયા અને તેમની પુત્રી શાંતાને દત્તક આપી દિધા. રાજા રોમપદ અને વર્ષિણી શાંતા સાથે અંગદેશ પરત ફર્યા. આ પછી શાંતા અંગ દેશની રાજકુમારી બની.

શ્રૃંગ ઋષિ સાથે લગ્ન કર્યા

ભગવાન શ્રી રામની મોટા બહેન શાંતાના લગ્ન ઋષિ શ્રૃંગ સાથે થયા હતા. ઋષિ શૃંગ અને શાંતાના લગ્ન વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે. શાંતાના પતિ ઋષિ શૃંગે રાજા દશરથના ઘરે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો હતો. જેના પરિણામે રાજા દશરથના ચાર પુત્રોનો જન્મ થયો. એવું માનવામાં આવે છે કે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ઋષિ શૃંગનું મંદિર છે જ્યાં ઋષિ શૃંગ અને રામની બહેન શાંતાની પૂજા કરવામાં આવે છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles