ગ્રહો સમયાંતરે સંક્રમણ કરે છે. ઘણી વખત આના કારણે શુભ યોગ પણ બને છે. ટૂંક સમયમાં સૂર્ય, મંગળ, બુધ અને ચંદ્ર ધનુરાશિમાં જોડાશે. તેનાથી ચતુર્ગ્રહી યોગ, આદિત્ય મંગલ રાજયોગ અને બુધાદિત્ય યોગ બનશે. જેની અસર તમામ રાશિઓ પર પડશે. ખાસ કરીને ચતુર્ગ્રહી યોગ ત્રણ રાશિના લોકો માટે વરદાન સાબિત થશે. તેમને આર્થિક લાભ અને પ્રગતિ થશે.
મેષ રાશિ
મેષ રાશિના ભાગ્ય સ્થાનમાં ચતુર્ગ્રહી યોગ બનશે. આ રાશિના લોકો કોઈ શુભ પ્રસંગમાં ભાગ લેશે. આજીવિકાના ક્ષેત્રમાં લાભ થશે. કાર્ય સંબંધિત યાત્રા લાભદાયી રહેશે. બીજાની સલાહ લેવાને બદલે તમારા દિલની વાત સાંભળો. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે. લોકપ્રિયતા વધી શકે છે.
સિંહ રાશિ
પાંચમા ભાવમાં ચતુર્ગ્રહી યોગ બનવાના કારણે તમારા માટે ભાગ્યશાળી રહેશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેઓને ગ્રહોના પ્રભાવને કારણે સારી ઓફર મળશે. કરિયરને નવી ગતિ મળશે. આ સમયગાળા દરમિયાન, તમે ગુપ્ત દુશ્મનો પર વિજય મેળવવામાં સફળ થશો. તમને પરિવારના તમામ સભ્યો તરફથી પ્રેમ મળશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે ચતુર્ગ્રહી યોગ અનુકૂળ રહેશે. ચોથા ભાવમાં આ યોગ બનવાથી ભૌતિક સુખમાં વધારો થશે. કોઈ કામ માટે ચાલી રહેલા પ્રયત્નો સફળ થશે. મનોબળ સાથે કોઈ નવી સિદ્ધિ પ્રાપ્ત કરશો. પૈસા કમાવવાના રસ્તા પણ મોકળા થશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)