પુરુષ અને પતંગ બેય સરખા
બેઈની રાશિ એક.
એકને મોજથી ઉડવું ગમેને બીજાને ભટકવું ગમે.
ઉડાડવા હાટુ એકને કની બંધાવી પડે બીજાને છેડાછેડી.
દોરી એક લેડીઝના હાથમાં હોય તોય બીજે લંગરીયા નાખે.
બેઈને ઉડવા હાટુ હવા જોય.
આજુબાજુ જાજી પતંગુ જોવે એટલે અલગોઠિયા ખાય.
પૂછડું બાંધો તો ઘડીકવાર સ્થિર રયે પછી હતા એવાને એવા.
કમાન ક્યારે છટકે એનું નક્કી નય.
રંગીન પતંગ બાજુ નમી નમીને પેચ લડાવા જાય.
પેચ લાંબો હાલે તો હરખાઈને ફૂદેડીયુ ફરવા મંડે.
ભટકાય, અથડાયને ફાટે તોય લખણ નો મૂકે.
થીગડે ગુંદરપટ્ટી મારીને પાછો ઉડે. હરખપદુડો.
પોતે કપાય તો બીજા કેટલાયની દોરીયું કાપતો જાય.
સ્વભાવે ભોળો.
છેલ્લે કપાઈને હળવેકથી રંગીન પતંગની બાજુમાં પડે…..
😅😝😂😜🤣🤪
જેના ગાલ નો તલ જોઈને હું હલી જતો હતો…
આજે એના જ હાથના તલના લાડુ ખાઈને
દાંત પણ હલી ગયા બોલો…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)