લોકો તેમના દિવસની શરૂઆત ચા પીને કરે છે. ચા વગર દિવસ અધુરો લાગે છે. તેમાં પણ શિયાળામાં ચા પીવી દરેકને વ્યક્તિને પસંદ હોય છે. ખાસ કરીને મસાલાવાળી ચા પીવાથી તન અને મન બંને પ્રફુલ્લિત થઈ જાય છે. જો તમે પણ તમારી ચાનો સ્વાદ વધારવા માંગતા હોય તો તમને જણાવીએ એ વસ્તુઓ વિશે જે આ કામ કરશે.
તુલસીના પાન
ઠંડીની મોસમમાં ચાની માંગ વધી જાય છે. ચાનો સ્વાદ વધારવા માટે તમે તેમાં તુલસીના પાન ઉમેરી શકો છો. તે તમારા સ્વાસ્થ્યને સુધારે છે અને ચાનો સ્વાદ પણ વધારે છે.
એલચી
તમે ચામાં એલચી પણ ઉમેરી શકો છો. તેને ઉમેરવાથી ચા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેની સુગંધ પણ વધી જાય છે.
લવિંગ
ચામાં તમે લવિંગ પણ ઉમેરી કરી શકો છો. લવિંગ ઉમેરવાથી ચાની સુગંધ વધી જાય છે. તેનાથી વાયરલ બીમારીઓ પણ દૂર થાય છે.
લેમનગ્રાસ
ચામાં તમે લેમનગ્રાસ પણ ઉમેરી શકો છો. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને ચાનો સ્વાદ પણ બદલાઈ જશે.
આદુવાળી ચા
આદુવાળી ચા પીવાથી શરદી-ઉધરસની સમસ્યા મટી જાય છે અને ચાનો સ્વાદ પણ બમણો થઈ જાય છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)