શેઠ તેમની પત્ની સાથે બેઠકરૂમમાં બેઠા હતા.
તેમણે કિચન માં કામ કરતા એમના નોકરને બુમ પાડી… “રઘુ ઉ ઉ ઉ…
રઘુ, કિચન માં થી જ : બોલો માલિક
શેઠ : આ મારી દારૂની બોટલમાં થી દારૂ પી ને પાણી કોણ ભરે છે ???
કિચન માં થી કોઈ જવાબ ના આવ્યો, શેઠે બે ત્રણ વખત પૂછ્યુ…
રઘુ દારૂની બોટલ માં પાણી કોણ ભરે છે ???
કોઈ જવાબ ના આવ્યો એટલે શેઠ કિચન માં ગયા
શેઠ : અલ્યા રઘલા, મેં પહેલી બુમ પાડી એ તેં સાંભળી ને
તું બોલ્યો “બોલો માલિક”, પહેલા સવાલ નો જવાબ આપ્યો પણ
બીજા કોઈ સવાલ નો જવાબ કેમ ના આલ્યો ???
રઘલો : માલિક પહેલી બુમ સભળાઈ પણ પછી કંઇ સંભળાયુ નથી
શેઠ : એવુ ના બને,
રઘલો કહે શેઠ તમે કિચનમાં ઉભા રહો હું બેઠકરૂમમાં થી તમને પુછુ
હવે શેઠ રસોડામાં ઉભા રહ્યા અને રઘલો બેઠકરૂમ માં ગયો
ત્યાંથી બુમ પાડી, “માલિક…”
શેઠ : બોલ રઘલા
રઘલો : માલિક, આપણા ઘરની કામવાળીને મોબાઈલ કોણે અપાવ્યો?
અંદરથી કોઈ જવાબ ના આવ્યો
રઘલો : માલિક, આપણી કામવાળીને લોંગ ડ્રાઈવ પર કોણ લઈ જાય છે ???
કોઈ જવાબ ના આવ્યો,
શેઠ બહાર આવીને રઘલા ને કહે રઘલા, તું સાચું કહેતો હતો હોં
સાલુ પહેલી હાક સંભળાય છે, પછી બીજું કંઇ જ સંભળાતુ નથી”!!!!!!
😅😝😂😜🤣🤪
સારા લોકો
એટલે,
એવા ખરાબ લોકો,
જે કયારેય પકડાયા નથી…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)