દૂધ પોષક તત્વોનું પાવરહાઉસ છે. ઘણા લોકો દૂધના ગ્લાસમાં થોડું ઘી મિક્સ કરીને પીવાની સલાહ આપે છે. ઘીવાળું દૂધ તમારી ઓવરઓલ હેલ્થ માટે એક ઉમદા મિશ્રણ છે અને રાતે તેનું સેવન કરવાથી સારી ઉંઘ આવે છે. ઘી અને દૂધ બંને વિટામિન, એન્ટીઓક્સિડેંટ, હેલ્ધી ફેટ અને અનેક જરૂરી મિનરલ્સનો ઉમદા સ્ત્રોત છે.
દરરોજ સીમિત માત્રામાં ઘીનું સેવન કરવાથી તમારા શરીરને જરૂરી વિટામિન અને મિનરલ મળે છે, જેનાથી તમામ શારીરિક કાર્યોમાં મદદ મળે છે. આ જ રીતે દૂધ તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ દૂર કરવામાં મદદ કરવા માટે જાણીતું છે. સદીઓથી જરૂરી પોષક તત્વો માટે દૂધને તમારા ડાયેટમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે.
દૂધ અને ઘી સ્લીપ ક્વોલિટીમાં કરે છે સુધાર
આપણામાંથી ઘણા લોકો સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવે છે. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આવું કેમ? આવું આ કારણે કેમ કે દૂધ ટ્રિપ્ટોફેનનો એક જરૂરી સ્ત્રોત છે. એક જરૂરી એમિનો એસિડ જે તમારા મગજને આરામ આપે છે અને આરામદાયક ઉંઘને પ્રોત્સાહન આપે છે. બીજી બાજુ ઘી વાતને સોજા અને એસિડિટી જેવી સમસ્યાઓ ઓછી કરવામાં મદદ કરે છે, જેથી તમારી સ્લિપ સાઇકલમાં સુધાર આવે છે.
ઘી-દૂધના સેવનના ફાયદા
પાચન શક્તિ વધારે: ઘી અને દૂધ પાચન એંઝાઇમના સ્ત્રાવને ઉત્તેજિત કરવામાં સહયોગ કરે છે, જે શરીરમાં જટિલ ફૂડ પાર્ટિકલને તોડવામાં મદદ કરે છે. આ કોમ્બિનેશન પાચનને ઝડપી બનાવે છે અને વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
ઇમ્યૂન સિસ્ટમને પ્રોત્સાહન મળે : દૂધમાં ઘીની હાજરી એસિડિટી ઓછી કરવા માટે જાણીતું છે. આ એક નેચરલ રેચકના રૂપમાં કામ કરે છે, પાચન તંત્રમાંથી ટોક્સિન્સને કાઢવામાં મદદ કરે છે. તે ઇમ્યુનિટી વધારે છે અને એનર્જી પણ વધારે છે.
સાંધાના દુખાવાને ઓછો કરે : ઘી એક નેચરલ લુબ્રિકન્ટના રૂપે કામ કરે છે અને શરીરની અંદર સોજો ઓછો કરે છે. દૂધમાં કેલ્શિયમ હોય છે, આ એક કોમ્બિનેશન છે જે સાંધાના દુખાવાને ઓછો કરે છે અને બોન હેલ્થને સપોર્ટ કરે છે.
સ્કિનને હેલ્ધી બનાવે : ઘી અને દૂધ બંને નેચરલ મોઇશ્ચરાઇઝર રૂપે કામ કરે છે, જે સ્કિનને ચમકદાર બનાવી રાખવામાં મદદ કરે છે. આ મિશ્રણ સોજો, પિંપલ્સ અને બ્રેકઆઉટને પણ રોકી શકે છે.
શરદી-ખાંસીથી બચાવે : દૂધ અને ઘી બંનેમાં એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ગળાની ખરાશ, ખાંસી અને છીંકથી રાહત અપાવે છે. તે સીઝનલ ઇન્ફેક્શનને રોકવામાં મદદ કરે છે અને તમને અંદરથી પોષણ આપે છે. હવે જ્યારે તમે ઘીવાળા દૂધના ફાયદા વિશે જાણો છો તો સારા સ્વાસ્થ્યનો આનંદ લેવા માટે તેને તમારા ડાયેટમાં જરૂર સામેલ કરો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)