વૈદિક જ્યોતિષમાં બુધ ગ્રહને વાણી, સંવાદ, વેપાર, બુદ્ધિ, બેંકિંગ અને અર્થવ્યવસ્થાના દાતા માનવામાં આવે છે. તેથી બુધ ગ્રહની ચાલમાં જ્યારે પણ બદલાવ આવે છે, તો આ સેક્ટરની સાથે તમામ રાશિઓ પર પણ અસર જોવા મળે છે. આપને જણાવી દઇએ કે ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહ 1 ફેબ્રુઆરીના રોજ મકર રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. જેનો પ્રભાવ વિવિધ રાશિના જાતકો પર જોવા મળશે.
પરંતુ આ 3 રાશિઓ એવી છે, જેમની કિસ્મત આ બુધ ગોચરની સાથે ચમકી શકે છે. સાથે જ તેમને કરિયર અને વેપારમાં સિદ્ધિઓ મળી શકે છે. તો ચાલો જાણીએ કઇ કઇ છે આ રાશિઓ.
મેષ
બુધ ગ્રહ મકર રાશિમાં ગોચર કરવાની સાથે જ મેષ રાશિના જાતકો માળે અનુકૂળ સમય ચાલુ થઇ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિમાં કરિયર અને વેપારના સ્થાન પર ભ્રમણ કરવા જઇ રહ્યા છે. તેથી આ સમય તમને કામ અને વેપારમાં સારી સફળતા અપાવી શકે છે. તમારા સરકારી કાર્યો પણ સફળ રીતે પાર પડશે. સરકારી કાર્યોમાં લાભ મળશે. સામાજીક ક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે અને તમને લાભ મળી શકશે. નોકરિયાત લોકોને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે. જે લોકો બિઝનેસ કરે છે તેમને તેમાં સફળતા મળી શકે છે. લાભની શક્યતા છે.
કન્યા
કન્યા રાશિના જાતકો માટે બુધ ગ્રહ ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. કારણ કે બુધ ગ્રહ આ રાશિના પાંચમાંભાવ પર સંચરણ કરશે. બુધ ગ્રહ કન્યા રાશિના સ્વામી છે, તેથી આ સમય તમને સંતાન સંબંધિત સારા સમાચાર પણ આપી શકે છે. સાથે જ ધન પ્રાપ્ત થવાની પણ પૂરતી શક્યતા છે. આર્થિક ક્ષેત્રમાં કરવામાં આવેલ પ્રયાસો સફળ થશે. નોકરીમાં બદલાવ કરવાના પ્રયાસો સફળ થશે. બેરોજગાર લોકોને રોજગાર મળશે. તો તમે કોઇને પ્રેમ કરો છો, તો સંબંધમાં પણ સફળતા મળી શકે છે.
તુલા
તુલા રાશિના જાતકો માટે બુધ ગ્રહ રાશિ પરીવર્તન લાભકારી સાબિત થઇ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી ગોચર કુંડળીના ચોથા ભાવમાં ભ્રમણ કરવા જઇ રહ્યા છે. તેથી આ સમય તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ કરાવશે. તમે આ સમય દરમિયાન વાહન અને પ્રોપર્ટી ખરીદી શકો છો. રીઅલ એસ્ટેટ, પ્રોપર્ટી અને જમીન સંબંધિત બિઝનેસ કરતા લોકોને સારો લાભ થવાની શક્યતા છે. કાર્યસ્થળે પણ તમારો પ્રભાવ વધશે. તમને સંપત્તિ દ્વારા પણ લાભ મળે તેવી શક્યતાઓ છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)