પત્નિ : (ધરડા મરણ પથારીએ પડેલા પતિને )
આમ જુવો… કોણ આવ્યું છે ?
ઓળખો છો આ બધી બાયુને…
આપણા પડોશી મધુબેન, શાંતાકાકી,
ચંદ્રીકાબેન, સલુમાસી, ઝેકોરફોઇ, વંદનાભાભી
આ બધા તમારી ખબર પુછવા આવ્યા છે…
ડોસા : કયાંથી કોઇને ઓળખું?
જુવાનીમાં કોઇ દી તેં આ બધી પડોશણોની
સામે આંખ ઉંચી કરીને જોવા દીધું છે,
તે ઓળખુ? હવે પુછે છે ઓળખો છો?
😅😝😂😜🤣🤪
ભવિષ્ય બતાવનાર પત્નિ :
મારા જેવી સાત જન્મોમાં નહિ મળે.
ભુતકાળ બતાવનાર પત્નિ :
રહેવા દો હવે, ખબર છે તમારુ આખુ ખાનદાન.
વર્તમાન બતાવનાર પત્નિ :
આ તો હું છુ તે ટકી છું.
ત્રણેય કાળ બતાવનાર પત્નિ :
ભગવાનનો આભાર માનો અત્યારે કે હું મળી,
બાકી બીજી હોત તો હાલતી થઈ ગઈ હોત…!!
હવે તમે નક્કી કરો કે આમાંથી તમારા વાળી કઈ…??
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)