હિન્દુ ધર્મમાં ભગવાન શિવને પ્રમુખ દેવતા માનવામાં આવે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ‘ૐ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરવામાં આવે છે. હિન્દુ ધર્મની પરંપરામાં જેટલા પણ મંત્રો છે, એ બધાનો પોતાનું એક વિશેષ મહત્વ છે. સાથે જ એનું ઉચ્ચારણ કરવાથી ઘણા લાભની પ્રાપ્તિ થાય છે. આજની વ્યસ્ત જીવનશૈલીના કારણે દરેક વ્યક્તિ યોગ અને આધ્યાત્મનો સહારો લઈ પોતાના જીવનના તણાવ અને ચિંતા દૂર કરવા માંગે છે.
‘ૐ નમઃ શિવાય’ મંત્રને આત્માની શુદ્ધિ, તણાવ મુક્તિનો એક સરળ મંત્ર માનવામાં આવે છે. સનાતન ધર્મમાં ગ્રંથોમાં જે મંત્ર જણાવવામાં આવે છે, એ મંત્રોનો જાપ કરવાથી એક પ્રકારનું કંપન ઉત્પન્ન થાય છે, જે જીવનને સકારાત્મકતા આપે છે. તો ચાલો જાણીએ ભગવાન શિવના મંત્ર ‘ૐ નમઃ શિવાય’ના શક્તિશાળી પ્રભાવ અને એના મહત્વ અંગે.
ઓમ નમઃ શિવાય મંત્રનું મહત્વ
ભગવાન ભોલેનાથને સમર્પિત આ મંત્રને પંચાક્ષર મંત્ર પણ કહેવામાં આવે છે. હિંદુ ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે આ મંત્રમાં પાંચ તત્વોનો સમન્વય છે. માન્યતા અનુસાર આ મંત્રના પહેલા અક્ષર “ઓમ” થી સૂર્યની ઉત્પત્તિ થઈ છે. “ઓમ” અક્ષર ભગવાન શિવને પણ પ્રિય છે, તેથી જ્યારે આપણે “ઓમ” બોલીએ છીએ, ત્યારે ભગવાન શિવની સાથે, સૂર્ય ભગવાનની પણ પૂજા થાય છે. “નમઃ શિવાય” નો અર્થ ભગવાન શિવના ચરણોમાં પોતાને સમર્પિત કરવાનો છે, તેથી હિન્દુ ધર્મમાં આ મંત્રનો દરરોજ જાપ કરવાનું કહેવામાં આવે છે.
ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાના લાભ
હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર, “ઓમ નમઃ શિવાય” મંત્રનો જાપ કરવાથી વ્યક્તિમાં તેજ આવે છે.
જે વ્યક્તિ દરરોજ આ મંત્રનો જાપ કરે છે. એ લોકોનું વર્તન અને વ્યક્તિત્વ આકર્ષક બને છે.
આ સિવાય આવા વ્યક્તિના જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.
“ઓમ નમઃ શિવાય” મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે.
માન્યતા અનુસાર આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને તેના જીવનમાં ખુશીઓ આવે છે.
“ઓમ નમઃ શિવાય” મંત્રનો જાપ કરવાથી ભગવાન ભોલેનાથની સાથે સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.
સૂર્ય ભગવાનને નવ ગ્રહોના રાજા માનવામાં આવે છે, આવી સ્થિતિમાં જો સૂર્ય ભગવાન કુંડળીમાં શાંત હોય તો અન્ય તમામ ગ્રહો પણ શાંત થઈ જાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)