fbpx
Wednesday, January 22, 2025

રાજુ : કંઈ નહી, બસ એટલું કીધું કે…😅😝😂😜🤣🤪

આજે રોજ ની જેમ નીંદર મા થી ઉઠ્યો,
બાજુ માં પત્ની સખત તાવ માં કણસતી હતી…😢
🤗 મેં આજે દુકાને રજા રાખી…
🥵તેના માથે ઝંડુ બામ લગાવ્યો,
નીચે જઈ દૂધ લાવ્યો, સૂંઠ, લીલી ચા, તુલસી નાખી ગરમ ગરમ ચા બનાવી,
મેં અને એણે સાથે ચા પીધી.
❤સવારે 9 વાગે પૌઆ ભીંજવ્યા, કાંદા કાપ્યા, મરચા કાપ્યા,
કોથમરી નાખી ને બટાકા પૌઆ બનાવ્યા, લીંબુ નાખી ને મેં અને એણે ખાધા.
😏11 વાગે કુકર મૂકી રીંગણા બટેટા નું શાક, દાળ બનાવી,
ગોળ લાગે એવી રોટલી પણ બનાવી, સાથે બંને 1 વાગે જમ્યા.
🤗ટેબલ સાફ કરી લીધું…
🤭4 વાગે ફરી ચા બનાવી ને બંને જણે સાથે પીધી…
😘સાંજે મગ ચોખા ની ખીચડી, કઢી બનાવી, રાત્રે 9 વાગે સાથે જમ્યા…
😉રસોડું પરવારી ને રૂમ મા સુવા ગયો,
પત્ની ધ્રુસકે ધ્રુસકે રડતી હતી….
😟મે કીધું કેમ રડે છે… ??
પત્ની બોલી તમારું તો મારા વગર કાંઈ પણ અટકતું નથી…😢😢 😢😭
બોલો હવે.. આને કેમ પહોંચાય..?? ભલાઈ નો જમાનો જ નથી રહ્યો.
😅😝😂😜🤣🤪

રીટા : કોણ હતી એ..?
રાજુ : કોલેજ ની જુની ફ્રેન્ડ હતી..!
રીટા : ધીરે થી શું કહી ને ગઈ એ તમને..??
રાજુ : કંઈ નહી, બસ એટલું કીધું કે
મારી જોડે લગ્ન કર્યા હોત
તો તમને આ થેલા ના ઉપાડવા દેત
રીટા : વાયડી ની સાલી.. 😡😡
અહિયા લાવો એ થેલા…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles