આમળા એક એવી ઔષધી છે જે ઘણા રોગોના સારવારમાં કામમાં આવે છે. તેનો સૌથી વધારે ઉપયોગ સ્કિન અને હેર કેરમાં કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને અહીં યુરિન સાથે જોડાયેલી સમસ્યાઓમાં કેવી રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ તેના વિશે જણાવીશું.
વારંવાર પેશાબની મુશ્કેલીથી આ રીતે મેળવો છુટકારો
આ બિમારીમાં તમે આમળાનો જ્યૂસ પી શકો છો. તેનાથી તમારી ઈમ્યૂનિટી બૂસ્ટ થશે. સાથે જ સંક્રમણથી પણ બચાવ થશે. આ શરીરમાં હાજર ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે.
તમારે બસ એક ગ્લાસ પાણીમાં 2 ચમચી આમળાનો પાઉડર મિક્સ કરીને પીવો જોઈએ.
તુલસી પણ આ બીમારીમાં લાભકારક સાબિત થાય છે. તેમાં હાજર યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનને રોકવામાં મદદ કરે છે. બસ તમારે તુલસીના પાનને પીસીને તેનો રસ કાઢી પીવાનો રહેશે.
યુરિનમાં બળતરાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પર્યાપ્ત પ્રમાણમાં પાણીનું સેવન કરવું. લીંબૂ પાણી અને ફૂદીનાના અર્કનો ઉપયોગ કરો. તેનાથી સંક્રમણને વધતુ રોકવામાં મદદ મળે છે.
ફળોના જ્યૂસ અને શાકભાજી તમારા શરીરમાં પોષક તત્વોની કમીને પુરૂ કરવાનું કામ કરશે અને વોટર લેવલને વધારશે.
યુરિન સાથે જોડાયેલી કોઈ પણ મુશ્કેલીઓ હોય તો નિયમિત રૂતે નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ. નારિયેળ પાણી ઘણા વિટામિન્સ અને મિરલ્સનો નેચરલ સોર્સ છે. તેની સાથે જ બોડીને હાઈડ્રેટ રાખવાનું કામ પણ સારી રીતે કરે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)