નવ પરણીત પતિએ પત્નીને કહ્યું,
‘મારી ‘માં’ સાથે પણ
તું એવી રીતે જ રહે જે જેવી રીતે
તારી ‘માં’ જોડે રહેતી હતી.’
બીજે દિવસે સવારે પત્નીએ
બેડરૂમમાં સુતા-સુતા બુમ પાડી,
‘મમ્મી મારા માટે એક કપ ચા બનાવી દો,
નાસ્તામાં આલુ-પરોઠા બનાવજો અને
બની જાય એટલે ઊઠાડી દેજો!’
😅😝😂😜🤣🤪
પત્ની : હું હવે આવી જઉં છું
પતિ : વેકેશન ખુલવાને તો હજું ઘણીવાર છે..!
પત્ની : ના.. હવે અંહી ગમતું નથી.. યાદ આવે છે
પતિ : એમ.. ના.. હોય.. વળી..
તું તારે હજું ૧૫ દિવસ પિયરીયામાં મૌજ કર..!
પત્ની : (ખીજવાઈને) કીધું ને.. એકવાર..
હું આવું છું.. અંહી બધાં સાથે વારાફરતી
એક એક વાર બાઝી લીધું છે.. હવે..
તમારાં સિવાય છૂટકો નથી..!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)