હિંદુ ધર્મના ધાર્મિક ગ્રંથોમાં લગભગ દરેક વસ્તુઓને લગતા નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે. હિંદુ ધર્મ જીવન જીવવાની એક શૈલી છે. ભારતમાં કોઈ પણ નવા કાર્યની શુભ શરૂઆત વહેલી સવારે કરવામાં આવે છે. વહેલી સવારે કોઈપણ કાર્યનો પ્રારંભ કરવાના અનેક ફાયદા છે. સવારનો સમય ઊર્જાથી ભરેલો હોય છે અને સકારાત્મકતા લાવે છે.
જો તમે પણ ઇચ્છો છો કે, તમને જીવનમાં સફળતા, પ્રગતિ, ધન, યશ અને સમૃદ્ધિ મળે, તો વહેલા સવારે ઊઠીને અમુક કાર્ય કરવા જોઈએ. આ કાર્યોથી બળ, બુદ્ધિ અને વિદ્યામાં વધારો થાય છે. આ કાર્યો કયા છે ચાલો જાણીએ.
સ્નાન કર્યા બાદ આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રોજ સવારે ઉઠતાં પહેલાં તમારે તમારા બંને હાથની હથેળીઓ જોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, દેવી લક્ષ્મી બંને હાથની હથેળીમાં નિવાસ કરે છે. આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સ્નાન કર્યા બાદ આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. જો તમે ઇચ્છો, તો હળદરનો છંટકાવ પણ કરી શકો છો, આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનું પરિભ્રમણ વધે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાનમાંથી નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો, ત્યારબાદ તમારા આરાધ્ય દેવ અથવા તો ઇષ્ટ દેવતાની પૂજા કરો. કારણ કે સવારનો સમય દેવતાની પૂજા કરવા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આવું નિયમિત કરવાથી તમને સુખ સમૃદ્ધિ, ધન, કીર્તિ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમે નિયમિત રીતે સવારે ઉઠીને સ્નાનથી નિવૃત્ત થઈને ગૌ માતાની પૂજા કરો અને તેમને રોટલી ખવડાવો, તો બધા દેવી-દેવતાઓ પ્રસન્ન થઈને તેમના આશીર્વાદ પ્રદાન કરે છે. ગૌ માતાની સેવા કરવાથી દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)