fbpx
Tuesday, January 21, 2025

શું ગેસ અને અપચાની સમસ્યા છે? તો આ ચોખાનું સેવન કરવાનું ટાળો

ભારતમાં મોટા ભાગના લોકોને દરરોજ ભાત ખાવાનું પસંદ કરે છે અથવા તો ચોખામાંથી બનતી અલગ અલગ વાનગીઓ ખાવાનું ગમતુ હોય છે. પરંતુ આજે આપણે જાણીશું તમારા માટે ક્યા ચોખા ખાવા હિતાવહ છે.

સફેદ ચોખાનું સેવન કરવાથી તમને ઉર્જાવાન રાખે છે.તમારું શરીર આ સફેદ ચોખામાં રહેલા પોષક તત્વો અને કાર્બોહાઇડ્રેટ્સને વધુ ઝડપથી શોષી લે છે.તેમાં ફાઈબર અને ફેટનું પ્રમાણ વધુ હોય છે.

એન્થોકયાનિન નામના એન્ટી-ઓક્સીડેન્ટને કારણે આ ચોખાનો રંગ લાલ જોવા મળે છે.તેમાં ફાઈબરનું પ્રમાણ પણ વધુ હોય છે. આ પ્રકારના ચોખામાં પણ આયર્નનું પ્રમાણ વધુ હોય છે.જેના કારણે તે તમને બળતરાથી બચાવે છે અને બ્લડ પ્રેશરને પણ સંતુલિત રાખે છે.તેમજ પચવામાં વધુ સમય લાગે છે.

બ્લેક રાઈસ ખૂબ આરોગ્યપ્રદ માનવામાં આવે છે.તેમાં એન્થોસાયનિન હોય છે જે આંખો માટે ખૂબ જ સારું છે.જે તમને મોતિયા અને ડાયાબિટીસની સમસ્યા છે તો આનાથી રાહત મળશે. બ્લેક રાઈસ તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે.

બ્રાઉન રાઇસ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે. બ્રાઉન ચોખામાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. જે ફાઇબર, પ્રોટીન અને ચરબીથી ભરપૂર હોય છે. પરંતુ દરેક જણ તેને પચાવી શકતા નથી.આ ચોખા પાચનમાં થોડા ધીમા હોય છે. તેથી પાચન સંબંધી સમસ્યાઓના કિસ્સામાં આ બ્રાઉન ચોખા ન ખાવા જોઈએ. 

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles