fbpx
Sunday, October 27, 2024

હેલ્ધી રહેવા માટે દરરોજ સવારે ઉઠ્યા બાદ અપનાવો આ આદતો

તમે પણ ક્યારેક એવું અનુભવ્યું હશે કે જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમે બિનજરૂરી રીતે ગુસ્સો કરો છો અથવા ચિંતા કરો છો અને કોઈ વસ્તુ વિશે ચિડાઈ જાઓ છો.તો તમારો આખો દિવસ આવો જ પસાર થાય છે. તમે દરેક નાનામાં નાની વાત પર ગુસ્સે થઈ જાવ છો અને ગુસ્સો આવે છે, પરંતુ જ્યારે તમારા દિવસની શરુઆત ખુશી અને ઉત્સાહ સાથે થાય છે તો તમારો આખો દિવસ ઉત્સાહભર્યો જ પસાર થશે.

એટલા માટે તમે ઈચ્છો કે, તમારો આખો દિવસ સારો રહે, તો મોર્નિંગ રુટીનમાં આ ખાસ વાતોનું ધ્યાન જરુર રાખો. જો તમે સવાર ઉઠતાની સાથે જ આ આદત અપનાવો છો તો તમને દિવસભર એનર્જી મળશે અને દિવસ સારો પસાર થશે.

વિટામિન ડી એક સારો સ્ત્રોત

તમે સાંભળ્યું જ હશે કે, સૂર્યકિરણથી વિટામિન ડીનો એક સારો સ્ત્રોત સાબિત થઈ શકે છે. જે તમારી ઈમ્યુનિટી અને બોન હેલ્થ માટે સારું સાબિત થાય છે. આપણો મૂડ પણ સારો રહે છે. એટલા માટે દરરોજ સવારે વહેલા ઉઠીને 15 થી 20 મિનિટ તડકામાં બેસવું સ્વાસ્થ માટે ફાયદાકારક છે.

લાઈફમાં મોટો બદલાવ આવશે

આપણે જે વિચાર કરીએ છીએ તે બોલીએ છીએ. જેની સીધી અસર આપણી લાઈફ પર પડે છે. ત્યારે આત્મવિશ્વાસ વધારવા માટે પોઝિટિવ માઈન્ડસેટને વધારવામાં મદદ કરી શકે છે. જો તમે તમારા દિવસની શરુઆત એક નાના પોઝિટિવ અફર્મેશનથી કરશો. તો તમારી લાઈફમાં મોટો બદલાવ જોવા મળી શકે છે.

કસરત

તમે આખો દિવસ એનર્જી ભર્યો પસાર કરવા માંગો છો તો તમારે દિવસની શરુઆત એનર્જીથી કરવી પડશે. એટલે કે, સવારે ઉઠીને કસરત, યોગા કે પછી વોકિંગ કરો છો તો તમારો મૂડ સારો રહેશે. એનર્જી લેવલ પર વધશે જે તમારા સ્વાસ્થ માટે ફાયદાકારક સાબિત થશે. દરરોજ સવારે 20 થી 30 મિનિટ સુધી કસરત કરો.

હેલ્ધી બ્રેકફાસ્ટ

આપણે જે પણ આરોગ્યે છીએ. તેનાથી આપણા શરીરને એનર્જી મળે છે પરંતુ આપણે એ ખ્યાલ નથી રાખતા કે, તેમાં કયું ફુડ હેલ્ધી છે. આપણે દરરોજ સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો જોઈએ, હેલ્ધી ફેટ અને કાર્બોહાઈડ્રેટ જેવા તમામ પોષક તત્વો સામેલ થાય છે. જેનાથી આપણા શરીરને એનર્જી મળે છે.

હાઇડ્રેટ

હાઇડ્રેટેડ રહેવા માટે, સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ પાણી પીવો. આ તમારા મેટાબોલિઝમને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરશે. તમે ડિટોક્સ ડ્રિંક પણ લઈ શકો છો. ઉદાહરણ તરીકે, જો સવારે ઉઠ્યા પછી લીંબુ પાણી પીવું તમને અનુકૂળ આવે, તો તમે તે પણ પી શકો છો.

(નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles