fbpx
Sunday, October 27, 2024

બદલાતી ઋતુમાં રોગોથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો

હવામાનમાં ફેરફાર થવા લાગ્યો છે. હવે લોકોને કડકડતી ઠંડીથી રાહત મળશે. તેમજ બદલાતી ઋતુમાં હેલ્થમાં કેટલાક ફેરફાર પણ જોવા મળતા હોય છે અને ઈન્ફેક્શનનો પણ ખતરો વધારે રહે છે. તમારે તમારા સ્વાસ્થનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે. ઉધરસ, તાવ અને શરદી જેવી પરેશાનીથી બચવા માટે આપણી ઈમ્યુનિટી મજબુત હોવી જરુરી છે. જો આપણી ઈમ્યુનિટી સ્ટ્રોંગ હશે તો શરીરને ઈન્ફેક્શન અને અનેક બીમારીઓથી બચવામાં મદદ મળશે.

હાલમાં અનેક બીમારીઓનો ભય જોવા મળી રહ્યો છે. ત્યારે તમારે કેટલીક સાવધાની રાખવી જરુરી છે. તેમજ તમારી ઈમ્યુનિટીને સ્ટ્રોંગ રાખવી પણ જરુરી છે. તો ચાલો જાણીએ કે, કઈ એવી વસ્તુ છે જે તમારી ઈમ્યુનિટીને સ્ટ્રોંગ કરશે. તેમજ આપણે આ બીમારીઓથી પણ બચાવશે.

હળદર વાળું દુધ

બાળપણમાં આપણે દાદી હળદર વાળું દુધ પીવાની સલાહ આપતા હતા. હળદર વાળું દુધ ઈમ્યુનિટી માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ એક ગ્લાસ દુધમાં એક ચમચી હળદર નાખી પીવાથી આપણી ઈમ્યુનિટી સ્ટ્રોંગ રાખવામાં મદદ મળે છે.

ફ્રુટ્સ

લીબું, સંતરા, કીવી અને દ્રાક્ષ જેવા ખાટા ફળો ખાવાથી પણ તમે ઈમ્યુનિટી સિસ્ટમને મજબુત બનાવી શકો છો. આ ફળોમાંથી વિટામીન સી મળે છે. જે આપણા સ્વાસ્થ માટે ખુબ સારું માનવામાં આવે છે,

ડ્રાય ફ્રુટ્સ

ડ્રાય ફ્રુટસ અને નટ્સ પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે જે ઈમ્યુનિટી ને વધારવામાં મદદગાર સાબિત થઈ શકે છે. બદામ, અખરોટ, પિસ્તા, કાજુ અને કિશમિશ સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક છે. આ તમામ એન્ટી-ઓક્સીડન્ટ અને વિટામિન-ઈથી ભરપુર હોય છે. જે આપણા શરીરના હેલ્થ માટે ફાયદાકારક છે.

ઉકાળો

ઈમ્યુનિટી સિસ્ટમને મજબુત બનાવવા માટે આદું, મેથી, એલચી, ઓરેગેનો, ઝીરા જેવી જડીબુટ્ટીઓ લઈ શકો છો. તમે સુપ બનાવીને પી શકો છો. જેનાથી તમારી ઈમ્યુનિટી સિસ્ટમ મજબુત બનાવે છે.

હેલ્ધી ડાયટ

બદલાતી ઋતુમાં તમારા સ્વાસ્થનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તેથી, સંતુલિત અને આરોગ્યપ્રદ આહાર લેવાનું ધ્યાન રાખો. તમારે તમારા આહારમાં ફળો, શાકભાજી, દહીં, દૂધ અને અનાજનો સમાવેશ કરવો જોઈએ અને બહારનો ખોરાક ઓછો ખાવો જોઈએ.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles