fbpx
Sunday, October 27, 2024

જો તમે આ વસ્તુઓ સાથે હળદરનું સેવન કરશો તો તમને ઘણા સ્વાસ્થ્ય લાભ મળશે

હળદરનો ઉપયોગ વર્ષોથી ઔષધી તરીકે કરવામાં આવે છે. વિવિધ રોગમાં હળદરનું સેવન કરવામાં આવે તો તેનાથી ફાયદો થાય છે. હળદરમાં એવા તત્વ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ તો હળદર અને એન્ટિ ઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે. જે સ્વસ્થ રહેવા માટે ખૂબ જ જરૂરી છે. હળદરથી થતા લાભ મેળવવા હોય તો તમે તમારી ડેઇલી લાઇફમાં પણ હળદરનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકો છો. નિયમિત રીતે રસોઈમાં તો હળદરનો ઉપયોગ થતો જ હોય છે પરંતુ રસોઈ ઉપરાંત તમે જો તેને અલગ અલગ વસ્તુ સાથે ખાવાનું રાખો છો તો સ્કીનથી લઈને હેલ્થને ઘણા બધા ફાયદા થશે.

મરી સાથે હળદર

જો તમે હળદરવાળી વસ્તુ ખાતા હોય તેમાં મરીનો પાવડર ઉમેરી દેશો તો કર્કયુમિનનું એબસોર્શન વધી જશે. એટલે કે હળદર થી મળતા પોષક તત્વ શરીરને સારી રીતે મળશે. 

દૂધ સાથે હળદર

હળદર વાળું દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. દૂધમાં ફેટ હોય છે પરંતુ જો તેમાં હળદર ઉમેરીને તમે પીશો તો દૂધના ફેટને શરીર સરળતાથી પચાવી લેશે. તેનાથી દૂધ અને હળદર બંનેના પોષક તત્વો શરીરને મળશે અને સાથે જ સાંધાના દુખાવા દૂર થશે અને ઊંઘ સારી આવશે.

ફેટવાળા ફૂડ સાથે હળદર

ઈંડા, માછલી જેવા ફેટવાળા ફૂડની સાથે હળદર ઉમેરીને ખાવી જોઈએ તેનાથી બધા જ પોષક તત્વોનો ફાયદો મળે છે અને સાથે જ શરીર હેલ્થી રહે છે.

હળદરની ચા

જો તમે બ્લેક ટી પીતા હોય તો તેમાં થોડો હળદરનો પાવડર ઉમેરી દેવો. ચામાં હળદર ઉમેરીને પીવાથી શરીરને જરૂરી એન્ટિઓક્સિડન્ટ મળી રહે છે. આ સિવાય તમે પાણીમાં હળદર ઉકાળી તેમાં લીંબુ અને મધ ઉમેરીને પણ પી શકો છો.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles