જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ ગ્રહોનું રાશિ પરિવર્તન થાય છે તો તેની અસર 12 રાશિના જાતકો પર થાય છે. આ ક્રમમાં માર્ચ મહિનામાં ગ્રહોના સેનાપતિ મંગળ રાશિ પરિવર્તન કરશે. મંગળ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મંગળનું આ રાશિ પરિવર્તન ચાર રાશિના લોકો માટે મંગલમયી રહેવાનું છે.
મેષ
મેષ રાશિના લોકો માટે મંગળનું રાશિ પરિવર્તન શુભ સાબિત થશે. પારિવારિક જીવનમાં સુધારો થશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. રાજકીય ક્ષેત્રમાં સફળતા મળશે.
મિથુન
મિથુન રાશિના લોકો માટે પણ મંગળનું રાશિ પરિવર્તન લાભદાયી રહેવાનું છે. નોકરી કરતા લોકો અને વેપારીઓ માટે સારો સમય. કાર્યક્ષેત્રમાં આવતી સમસ્યા દૂર થશે. બઢતી મળવાના પણ યોગ છે. પગારમાં વધારો થશે.
કર્ક
કર્ક રાશિના લોકો માટે પણ મંગળનો કુંભ રાશિમાં પ્રવેશ લાભકારી રહેશે. આ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે. વાહન કે સંપત્તિ ખરીદવાના યોગ છે. માનસિક શાંતિ વધશે.
તુલા
તુલા રાશિના લોકો માટે પણ મંગળનું રાશિ પરિવર્તન ફળદાયી રહેશે. પગારમાં વધારો થઈ શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સુધરશે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે. પારિવારિક સંબંધ મજબૂત થશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)