સુખ-સમૃદ્ધિથી જીવન જીવવું હોય તો માતા લક્ષ્મીના આશીર્વાદ મળે તે જરૂરી છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ દિવસ શુક્રવાર હોય છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. આ દિવસે કેટલાક સરળ કામ કરી લેવાથી પણ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આજે તમને જણાવીએ આવા જ આ સરળ ઉપાય જેને કરનાર પર માતા લક્ષ્મી હંમેશા ખુશ રહે છે. માતા લક્ષ્મી તેના પર હંમેશા હેત વરસાવતા રહે છે. તેવી વ્યક્તિ હંમેશા ધન-વૈભવથી સુખી રહે છે.
શાસ્ત્રો અનુસાર સપ્તાહના સાત દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. જેમાં શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીની આરાધના કરવા માટે સમર્પિત કહેવાયો છે. શાસ્ત્રો અનુસાર જો શુક્રવારે વ્યક્તિ સાચા મનથી માતા લક્ષ્મીની આરાધના કરે તો તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. ખાસ કરીને શુક્રવારે આ ઉપાય કરવામાં આવે તો તેનાથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે. શુક્રવારે આ ઉપાય કરનાર વ્યક્તિના પરિવાર ઉપર માતા લક્ષ્મીની કૃપા વરસવા લાગે છે.
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય
શુક્રવારે સવારે નિત્ય ક્રિયા અને સ્નાન કર્યા પછી માતા લક્ષ્મીની પૂજા કરો. તેમની પ્રતિમા કે તસવીરની સામે લાલ ફૂલ અર્પણ કરવા. સાથે જ તેમને દૂધથી બનેલી મીઠાઈ નો ભોગ ધરાવવો. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જાતક ઉપર તેમના આશીર્વાદ વરસે છે.
તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તેવું માનવામાં આવે છે. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘર માં સ્થાયી વાત કરે તો ઘરમાં તુલસીનો છોડ જરૂરથી રાખવો અને રોજ તેમાં પાણી ચઢાવવું. શુક્રવારના દિવસે તુલસી ની પૂજા કરવી. આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારે કાળી કીડીને લોટ અને ખાંડ ખવડાવવી જોઈએ. આમ કરવું સૌથી મોટું દાન છે તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ સિવાય શુક્રવારે જરૂરિયાત મંદ વ્યક્તિને ક્ષમતા અનુસાર દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)