હિન્દુ ધર્મમાં દરેક પૂર્ણિમાનું મહત્વ છે. ખાસ કરીને મહા પૂર્ણિમાનું. હિન્દુ શાસ્ત્ર અનુસાર, મહા પૂર્ણિમાને ખુબ શુભ અને લાભકારી માનવામાં આવે છે. આ વર્ષે મહા પૂર્ણિમાનું વ્રત આજે એટલે 24 ફેબ્રુઆરી 2024ના રોજ રાખવામાં આવશે. આજના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ખાસ કરીને પૂજા અર્ચના કરવામાં આવે છે. માનવામાં આવે છે કે જે વ્યક્તિ આજના દિવસે શ્રી હરિ અને માતા લક્ષ્મી પાસે જે માંગે છે એને મળે છે.
મહા પૂર્ણિમાના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે છે, જેનાથી દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે. સાથે જ ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. આ ઉપરાંત વ્યક્તિના જીવનમાં આવી રહેલી બધી મુશ્કેલીઓ પર દૂર થઇ જાય છે. તો ચાલો જાણીએ કે મહા પૂર્ણિમા દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે કયા કયા ઉપાય કરવા જોઈએ.
માતા લક્ષ્મીની પૂજાનું શુભ મુહૂર્ત
હિન્દુ પંચાંગ અનુસાર, મહા પૂર્ણિમાનો પ્રારંભ 23 ફેબ્રુઆરી 2024થી થયો હતો, જેનું સમાપન આજે એટલે 24 ફેબ્રુઆરી 2024ના રોજ થશે. જો કે મહા પૂર્ણિમાનું વ્રત આજે રાખવામાં આવશે. ત્યાં જ મહા લક્ષ્મીની પૂજાનું શુભ મુહૂર્ત સાભે 6.03 સુધી રહેશે. આજે પ્રાતઃ કાળથી લઇ સાંજે 6 વાગ્યાને 3 મિનિટ સુધી તમે કોઈ પણ માતાની આરાધના કરી શકો છો.
મહા પૂર્ણિમાના ચમત્કારી ઉપાય
ધાર્મિક માન્યતા અનુસાર, મહા પૂર્ણિમાના દિવસે તમામ દેવતા ઘન ભ્રમણ કરવા માટે પૃથ્વી પર આવે છે. એટલા માટે આજના દિવસે પણ વ્યક્તિ એમને પ્રસન્ન કરે છે અને તેઓથી ખુશ થઇ ભગવાન એમની મનોકામના પુરી કરે છે.
હિન્દુ શાસ્ત્ર અનુસાર, મહા પૂર્ણિમાની રાતે એક ઉપાય કરવો ખુબ લાભકારી હોય છે. એનાથી વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. સાથે જ માતા લક્ષ્મી અને ચંદ્ર દેવના આશીર્વાદ મળે છે. એના માટે તમે રાત્રે એક લોટામાં પાણી લો. પછી એમાં થોડું કાચું દૂધ અને સફેલ ફૂલ નાખો. ત્યાર બાદ એનાથી ચંદ્ર દેવને અર્ધ્ય આપો. એનાથી માતા લક્ષ્મીના કોઈ પણ મંત્રનો 3,11 અને 108 વાર જાપ કરો. જણાવી દઈએ કે આ ઉપાય માત્ર મહા પૂર્ણિમા જ નહિ પરંતુ દરેક પૂર્ણિમા પર કરવા જોઈએ.
એ ઉપરાંત આજે સ્નાન અને દાનનું ખુબ મહત્વ છે. આજે તમે કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન જરૂર કરો. આ ઉપરાંત જરૂરિયાતમંદોને દાન કરો. આ ઉપાય તમને જીવનમાં સફળતા અપાવશે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)