ખરાબ લાઇફ સ્ટાઇલ અને ખોટી આદતોને કારણે કબજિયાત અને પેટને લગતી તકલીફો થવી સામાન્ય બાબત છે. આ સમસ્યા લાંબા સમય સુધી ચાલે તો બવાસીર, ભગંદર, આંતરડાને લગતી તકલીફો થઇ શકે છે. આ સાથે બીજી પણ અનેક ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. આ માટે પેટ સાફ થવુ ખૂબ જરૂરી છે. આમ, તમને લાંબા સમય સુધી પેટ સાફ થતુ નતી તો તમારે આ વિશે વિચારવાની જરૂર છે. આ ઘરેલુ નુસખાથી તમે સરળતાથી કબજિયાતની તકલીફમાંથી છૂટાકારો મેળવી શકો છો. આ નુસખાઓથી સવારમાં પેટ સાફ થઇ જશે.
કબજિયાતની તકલીફમાં આ નુસખાઓ છે અસરકારક
ઘી
ઘી એક ગુડ ફેટ છે. આનાથી પેટના બધા ટોક્સિન નિકળી જાય છે અને ડાયજેસ્ટિવ સિસ્ટમ બુસ્ટ થાય છે. પેટ સાફ કરવામાં મદદરૂપ બને છે. આ માટે એક ચમચી ઘીને ગરમ પાણીની સાથે લેવાથી તમને કબજિયાતમાંથી જલદી રાહત થઇ જશે. આ ઉપાય તમારે સવારમાં ખાલી પેટે કરવાનો રહેશે.
ત્રિફળા ચૂર્ણ
એક્સપર્ટની વાત માનીએ તો ત્રિફળા ચૂર્ણ પેટ સાફ કરવામાં મદદરૂપ છે. આ દિવસે તેમજ રાત્રે હુંફાળા પાણીમાં અડધી ચમચી નાખીને પીવાથી ગજબનો ફાયદો થાય છે. રાત્રે ત્રિફળા ચૂર્ણ ખાવાથી સવારમાં પેટ સાફ થઇ જાય છે. આ સાથે બાઉલ મુવમેન્ટ માટે પણ સારી સાબિત થાય છે.
દહીં
એક સ્ટડીમાં આ વાત જાણવા મળી છે કે દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે પેટની સમસ્યાઓમાંથી તમને છૂટકારો અપાવે છે. આ માટે એક વાટકી દહીંનું સેવન તમે દરરોજ કરો. આમ કરવાથી ડાયરિયા કંટ્રોલમાં થાય છે અને કબજિયાતની સમસ્યામાં દૂર થાય છે.
દિવેલ
પહેલાંના જમાનામાં લોકો પેટ સાફ ના થાય ત્યારે દિવેલને ચામાં નાખીને પીતા હતા. ચામાં તમે અડધીથી એક ચમચી નાખીને પીઓ છો તો પેટ સાફ થઇ જાય છે. આ નુસખો પણ અસરકારક છે.
ફુદીનાના પાન
તમને કબજિયાતની તકલીફ છે તો તમે ફુદીનાન પાનનું પાણી તેમજ શરબત પીવાની આદત પાડો. ધ્યાન રાખો કે શરબતમાં ખાંડનો ઉપયોગ કરવાનો નથી. ફુદીનો પેટ સાફ કરવાનું કામ કરે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)