તમે કૃષ્ણ ફળનું નામ તો સાંભડયું જ હશે, જેને પેશન ફ્રૂટ પણ કહેવામાં આવે છે. હાલ લોકો વચ્ચે વિદેશી ફળો જેવા કે કીવી, એવોકાડો અને બ્લુબેરીનું સેવન વધી ગયું છે. આ પેશન ફ્રૂટની બજારમાં ખૂબ જ માંગ છે. પેશન ફ્રૂટમાં વિટામિન, મિનરલ અને એન્ટિઓક્સિડેન્ટ જેવા પોષક તત્વો હોય છે. તેના સેવનથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે છે. આ સાથે વજન ઘટાડવામાં મદદ મળે છે. તે હ્રદયના સ્વાસ્થ્યને પણ સ્વસ્થ રાખે છે. જાણો, પેશન ફ્રૂટ ખાવાથી થતાં ફાયદાઓ વિશે.
સુગર લેવલને નિયંત્રિત રાખે છે
ડાયાબિટીસના દર્દીઓએ પેશન ફ્રૂટનું સેવન કરવું જોઈએ. તેનાથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે છે. પેશન ફ્રૂટમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછા પ્રમાણમાં હોય છે. જેનાથી સુગરનું સ્તર નથી વધતું. પેશન ફ્રૂટમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે. જે ઇન્સ્યુલીનના સ્તરને નિયંત્રિત રાખે છે.
હ્રદયના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે
પેશન ફ્રૂટમાં ઇલેક્ટ્રોલાઇટ અને પોટેશિયમ હોય છે. જે હ્રદયના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે. આ સાથે તેમા હાજર ફાયબરથી સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે અને ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે.
રક્ત પરિભ્રમણ સુધારે છે
પેશન ફ્રૂટના બીજમાં એવા સંયોજન જોવા મળે છે, જે રક્ત પરિભ્રમણને સુધારવાનું કામ કરે છે.
વજન ઘટાડવા માટે ફાયદાકારક
પેશન ફ્રૂટમાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે. જે વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે. પેશન ફ્રૂટના સેવનથી શરીરનું મેટાબોલિઝમ વધે છે. જેનાથી જમવાનું સરળતાથી પાચન થઈ જાય છે અને વજન પણ ઓછું થાય છે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે
પેશન ફ્રૂટમાં વિટામિન A, C અને બીટા કેરોટિન જેવા પોષક તત્વો હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)