શેતૂર એક નાનુ, રસીલું અને સ્વાદિષ્ટ ફળ હોય છે, જે લાલ, કાળા અને સફેદ રંગમાં આવે છે. ભીષણ ગરમી શરૂ થતાં પહેલા એટલે એપ્રિલમાં આ ફળનું ખૂબ ઉત્પાદન થાય છે. આ ફળનું નામ સાંભળતા જ બાળક હોય કે, વૃદ્ધ તમામના મોંમાં પાણી આવી જાય છે. આ ફળ દેખાવે જેટલું સુંદર હોય છે, એટલું જ આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, તેના આકારની વાત કરીએ તો, શેતૂરનું ફળ થોડું લાંબુ અને ઉભરેલા આકારમાં દાણાદાર પરતવાળું હોય છે. તેનો સ્વાદ ખાટો મીઠો હોય છે. પણ સાધારણ દેખાતું આ શેતૂરમાં કેટલાય ગુણો હોય છે.
ઈમ્યૂન પાવર વધારવાનું સૌથી સારો અને સસ્તો ઉપાય
શેતૂરનું વૈજ્ઞાનિક નામ મોરસ આલ્બા છે. કાળા મીઠા શેતૂર ઈમ્યૂન પાવર વધારવાનું સૌથી સારો અને સસ્તો ઉપાય છે. શેતૂરમાં રહેલા વિટામિન સીની સારી એવી માત્રા હોય છે અને આ જ કારણે આ ફળ ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે. સાથે જ આપણી ત્વચા, વાળ માટે પણ ફાયદાકારક હોય છે. શેતૂર પોષક ગુણોથી ભરપૂર હોય છે, તેમાં વિટામિન એ, સી અને ઈ સાથે સાથે કેટલાય આયરન, કેલ્શિયમ અને મેગ્નીશિયન પણ સારી એવી માત્રામાં જોવા મળે છે.
શેતૂરમાં ભારે માત્રામાં ફાઈબર અને ફ્લેવોનોઈડ્સ જોવા મળે છે. આ ફળના સેવનથી આપને સોજા ઓછા કરવા, હૃદય રોગનો ખતરો ઓછો કરવો, ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બનાવવી અને કોલેસ્ટ્રોલ લેવલ કમ કરવામાં મદદ મળે છે. સાથે જ કિડનીની બીમારીમાં, વાળની સમસ્યા, ત્વચાની સમસ્યા, ફેફસાની સમસ્યામાં, વજન ઘટાડવામાં, ઇમ્યુનિટી વધારવામાં શેતૂરનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.
અનેક બીમારીઓથી બચાવવામાં મદદ કરે
શેતૂર સફેદ, લાલ અને કાળા ત્રણ પ્રકારના હોય છે, જે આપણને કેટલીય બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. જો તમે કિડનીની સમસ્યાથી પરેશાન છો તો આપ તેનો જ્યુસ બનાવીને પણ પી શકશો. આપના વાળ સફેદ થઈ રહ્યા છે, તો તેનો જ્યુસ પી શકશો. ઘણા લોકો નાની ઉંમરમાં પણ ઘરડા દેખાવા લાગતા હોય છે. શેતૂર આવા લોકો માટે દવાનું કામ કરશે. આ ફળમાં એન્ટી એજિંગ ગુણ હોય છે. તેના સેવનથી ત્વચાની કરચલીઓ અને અન્ય લક્ષણો દેખાતા નથી.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)