મહા માસની ચૌદશની તિથિએ મહાશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે દેશભરના શિવ મંદિરોમાં શણગાર થાય છે અને વિશેષ પૂજા અર્ચના થાય છે. આ દિવસે લોકો ઉપવાસ પણ કરે છે. આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ થયા હતા તેથી આ દિવસે ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.
આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 8 માર્ચે ઉજવવામાં આવશે. મહાશિવરાત્રીના દિવસે ગ્રહોનો દુર્લભ યોગ પણ સર્જાવા જઈ રહ્યો છે. આ વર્ષે મહાશિવરાત્રી પર 300 વર્ષ પછી સર્વાર્થ સિદ્ધિયોગ, સિદ્ધિ યોગ અને શિવયોગ બની રહ્યો છે. આ ત્રણ યોગના કારણે કેટલીક રાશિના લોકો માટે શુભ રાત્રી ખૂબ જ ખાસ બની રહેશે. કઈ છે આ રાશિઓ અને તેમને કેવા લાભ થશે ચાલો તમને જણાવીએ.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે મહાશિવરાત્રી ખૂબ જ શુભ રહેવાની છે. વૃષભ રાશિના લોકોના જીવનમાં આ દિવસે ખુશીઓ છવાશે. જે ખુશખબરીની રાહ જોઈ રહ્યા હતા તે મળી શકે છે. પ્રગતિના રસ્તા ખુલશે અને પદમાં વધારો થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે પણ મહાશિવરાત્રીનો પર્વ ખૂબ જ શુભ રહેવાનો છે. સિંહ રાશિના લોકોના સારા દિવસોની શરૂઆત થશે. કારકિર્દીમાં સફળતા મળશે અને ધન લાભ થશે. માન-સન્માનમાં અને પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે પણ મહાશિવરાત્રી ખૂબ જ ખાસ છે આર્થિક બાબતોમાં આ રાશિના લોકોને ફાયદો થશે ધન લાભના પણ યોગ બની રહ્યા છે. આ રાશિના લોકોને કાર્યોમાં સફળતા મળશે માન સન્માનમાં પણ વૃદ્ધિ થશે.
કુંભ રાશિ
મહાશિવરાત્રીનો પર્વ કુંભ રાશિના લોકો માટે પણ ખાસ હશે કુંભ રાશિના લોકોની દરેક મનોકામના પૂર્ણ થશે. નોકરીમાં પ્રમોશન કે નોકરીમાં નવી તકો મળી શકે છે પરિવારના સભ્યો સાથે સંબંધ મજબૂત થશે. આ દિવસે શિવજીનો અભિષેક કરવાથી લાભ થશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)