fbpx
Sunday, October 27, 2024

વિજયા એકાદશી પર કરો આ વસ્તુઓનું દાન, દુ:ખ દૂર થશે અને સુખ-સમૃદ્ધિ આવશે

દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે. વિજયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક ઉપાય કરવાથી પણ ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિના પાપ અને કષ્ટ દૂર થાય છે. વિજયા એકાદશીના દિવસે દાન કરવાનો ખૂબ મહિમા છે.

આ દિવસે કરેલા દાનને મહાદાન માનવામાં આવે છે. જેને લઈને લોકો આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરીને પોતાના સામર્થ્ય અનુસાર દાન કરે છે. જેનાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

આ વર્ષે વિજ્યા એકાદશીનું વ્રત 6 માર્ચ, 2024 બુધવારના રોજ રાખવામાં આવશે. આ દિવસે ભગવાનની પૂજા અર્ચના કરવાની સાથે દાન કરવું શુભ માનવામાં આવે છે. જેના માટે અન્નદાન, ગૌદાન, ભૂમિ દાન અને સ્વર્ણ દાન કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. જેનાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. જોકે, શાસ્ત્રો અનુસાર દાન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ દાનનો પૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે. ત્યારે અહીં જાણીશું કે વિજયા એકાદશીના દિવસે કઈ ચીજ વસ્તુઓનું દાન કરવું જોઈએ અને કઈ ચીજોનું દાન કરવાથી બચવું જોઈએ.

વિજ્યા એકાદશીના દિવસે કરો આ ચીજ વસ્તુઓનું દાન

વિજ્યા એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કર્યા બાદ વ્રત સંકલ્પ લો. ત્યારબાદ કોઈ બ્રાહ્મણ કે ગરીબને અન્ન, મીઠાઈ, ફળ, વસ્ત્ર, પુસ્તકનું દાન કરી શકો છો. વિજ્યા એકાદશીના દિવસે કોઈપણ જરૂરતમંદ વ્યક્તિને આ ચીજોનું દાન કરવું મહાદાન સાબિત થાય છે. જેનાથી વ્યક્તિને બધા જ પાપ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત વિજય એકાદશીના દિવસે જરૂરતમંદોને ચોખા, કપડાં અને પૈસાનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. જેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિનો વાસ થાય છે અને ઘરમાં ધન-ધાન્યની કમી નથી રહેતી.

વિજયા એકાદશીના દિવસે જો કોઈપણ વ્યક્તિ કોઈ ગરીબ, જરૂરિયાતમંદ અથવા બ્રાહ્મણને વસ્ત્રોનું દાન કરે છે. તો તેને માન અને સન્માન પ્રાપ્ત થાય છે અને તેનો ભાગ્યોદય થાય છે. તેમજ વિજ્યા એકાદશીના દિવસે જરૂરિયાતમંદને ચોખાનું દાન કરવાથી કુંડળીમાં ચંદ્ર મજબૂત બને છે, તે ખૂબ જ શુભ છે અને તમને યશ પ્રાપ્તિ કરાવે છે.

વિજ્યા એકાદશીના દિવસે ફૂલોનું દાન કરવાથી પારિવારિક સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. સાથે જ ઘરની પરેશાનીઓ અને નકારાત્મકતામાંથી મુક્તિ મળે છે. તેમજ આવકના નવા સ્ત્રોત વધે છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

ન કરો આ વસ્તુઓનું દાન

વિજયા એકાદશીના દિવસે દાન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌ પ્રથમ દાન કરતી વખતે તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો. ભગવાનનો આભાર માનો કે તેમણે તમને આ માટે સક્ષમ બનાવ્યા છે. આ ઉપરાંત દારૂ, માંસ અથવા લસણ અને ડુંગળીનું દાન ક્યારેય ન કરવું જોઈએ. આવું દાન માન્ય નથી હોતું. આવું દાન કરવાથી જીવનમાં તેની ખરાબ અસર જોવા મળે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles