શનિદેવ પૂર્વભાદ્રપજ નક્ષત્રમાં 3 ઓક્ટોબર 2024, ગુરુવારના દિવસ સુધી રહેશે, તે બાદ તે શતભિષા નક્ષત્રમાં ચાલ્યા જશે. શનિના પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરવાથી 4 રાશિના જાતકોને લાભ થશે. શનિ અને ગુરુ બંનેનો જ એકબીજા પ્રત્યે સમ ભાવ છે.
શનિના પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવાથી આ રાશિઓ મેષ, વૃષભ, કન્યા અને ધનુના જાતકોને ઘણા ક્ષેત્રોમાં લાભના સંકેત મળી રહ્યાં છે.
મેષ : શનિના પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં આવવાથી તમને ધનલાભ થઇ શકે છે. તેનાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે. બની શકે છે કે, આ દરમિયાન તમને નવું મકાન, પ્લોટ, જમીન કે ફ્લેટ ખરીદો. બિઝનેસ અને કરિયરની દ્રષ્ટિએ પણ તમને લાભ થશે. શનિ કૃપાથી તમારી ઉન્નતિ થશે. પૂજા-પાઠમાં મન લાગશે. કાર્ય સફળ થશે.
વૃષભ : તમને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે. નોકરી અને બિઝનેસ કરનારાનું પદ, આવક અને નફામાં વૃદ્ધિ થઇ શકે છે. સમાજમાં તમારું સન્માન વધશે. તમને સન્માનિત પણ કરવામાં આવી શકે છે. પારિવારિક જીવન સુખમય હશે. દાંપત્ય જીવનમાં લાઇફ પાર્ટનરને ભરપૂર પ્રેમ મળશે. ધનનું સંકટ દૂર થશે કારણ કે કિસ્મત તમારા પર મહેરબાન રહેશે.
કન્યા : શનિના આ નક્ષત્ર પરિવર્તનથી તમારી રાશિના લોકોના જીવનમાં સુખદ અને સકારાત્મક બદલાવ જોવા મળશે. તમારી આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થશે અને તમે દેવું ચુકવવામાં સફળ થઇ શકો છો. આવકના અન્ય સાધન ઉભા કરવામાં સફળ થશો. કરિયરમાં આગળ વધવા માટે તમને નવી તકો મળશે. તેને હાથમાંથી જવા ન દો. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે.
ધનુ : શનિ કૃપાથી તમને મનપસંદ નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. નવી નોકરી મેળવવા માટે સમય અનુકૂળ છે. પોતાના પ્રયાસમાં કોઇ કમી ન રાખો. શારીરિક અને માનસિક કષ્ટોથી મુક્તિ મળી શકે છે. વેપારી વર્ગ પોતાની યોજનાઓ લાગુ કરવામાં સફળ થઇ શકે છે, જેનાથી નફો વધશે. બિઝનેસમાં ઉન્નતિ થશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. કોઇ ખુશખબર મળી શકે છે.
શનિના ઉપાય : જે લોકો પર સાડાસાતી અને ઢૈય્યાનો પ્રભાવ છે, તે લોકો શનિવારનું વ્રત રાખે અને શનિદેવની પૂજા કરે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. શનિદેવના આશીર્વાદથી બધું સારુ રહેશે. સારા કર્મ કરો અને ખરાબ કાર્યોથી પોતાને દૂર રાખો.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)