હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં ઘર સાથે જોડાયેલી વસ્તુઓ રાખવા માટે યોગ્ય દિશાઓ જણાવવામાં આવ્યા છે. વાસ્તુ પ્રમાણે ઘરમાં વસ્તુઓ રાખવાથી વ્યક્તિનું જીવન ખુશહાલ બને છે. જો ઘરમાં પાણીનું માટલુ યોગ્ય દિશામાં ન રાખવામાં આવે તો વ્યક્તિના જીવનમાં નકારાત્મક ઉર્જા ઘેરાઈ જાય છે.
જો પાણીના સ્થાનને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. તો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પાણી રાખવાની દિશા કઇ હોવી જોઈએ.
આ દિશામાં બનાવો પાણીનું સ્થાન
વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે ઘરમાં પાણીનું સ્થાન હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં એટલે કે ઇશાન ખૂણામાં હોવું જોઈએ. ઇશાન ખૂણો એ બૃહસ્પતિ દેવની દિશા છે. આ દિશામાં જળ સ્થાન બનાવવાથી બાળકોના ભૌતિક વિકાસમાં મદદ મળે છે. આ સિવાય કરિયરમાં પણ ગ્રોથ થાય છે.
માટલા સંબંધિત વાસ્તુ નિયમો
વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે ઘરમાં માટલુ રાખવાથી ધનની દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે. આવું થાય ત્યારે જ ઘરના સભ્યોને ધન લાભ મળે છે. ઘરમાં રાખેલા માટલામાં હંમેશા પાણી ભરેલું રાખવું જોઈએ.
વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર દિશામાં દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. જો આ દિશામાં માટલામાં હંમેશા પાણી ભરેલું રાખવામાં આવે તો દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
આ વાતનું ધ્યાન રાખજો
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરની અંદર જળ રાખી રહ્યાં હોવ. તો તેને ઢાંકવા માટે પ્લાસ્ટિકનું ઢાંકણું કે પ્લાસ્ટિક પ્લેટનો ઉપયોગ ન કરવો જોઈએ. તમે માટીના ઢાંકણનો ઉપયોગ કરો. આમ કરવાથી તમને લાભ થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)