આપણા શરીર માટે તમામ પોષક તત્વ ખુબ જ જરૂરી છે. મિનરલ્સ, વિટામિન્સ, કેલ્શિયમ, પ્રોટીન તે આપણા શરીરને મજબૂત બનાવે છે અને આપણને સ્વસ્થ રાખે છે. તેમાંથી કોઈ એકની પણ કમી શરીરમાં ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે. તેમાંથી એક છે વિટામિન સી. જેની ઉણપથી શરીરમાં ઘણી પરેશાનીઓ આવે છે. તેથી જ તેની પર્યાપ્ત માત્રા શરીર માટે ખુબ જ જરૂરી છે.
વિટામિન સી આપણા દાંતને સ્વસ્થ રાખવા માટે ખુબ જ જરૂરી છે.
તે શરીરને આયર્ન શોષવામાં મદદ કરે છે, જે લાલ રક્તકણો બનાવવા માટે જરૂરી છે. દાંત અને પેઢાંની સાથે સાથે વિટામિન સી આપણી સ્કિન માટે પણ ખુબ જ જરૂરી છે. તે સ્કિનને રિપેર કરે છે અને સ્કિનમાં નેચરલ ગ્લો લાવે છે. વિટામિન સી આપણને તમામ પ્રકારના ખાટા ફળથી પ્રાપ્ત થાય છે, જેમ કે ટામેટા, સંતરા, સ્ટ્રોબેરી, લીબું, અનાનસ.
વિટામિન સીની અછતના કારણે થાક, માંસપેશીઓ અને સાંધામાં દુખાવો અને કમજોરી, પેઢામાંથી લોહી આવવું અને પગમાં ફોલ્લીઓ જેવી સમસ્યા થાય છે. વિટામિન સીની અછતના કારણે ઘાને રૂઝાવવામાં ઘણો સમય લાગે છે, કારણ કે શરીમાં કોલેજન બનાવવા માટે વિટામિન સીની જરૂર હોય છે. આ એક પ્રકારનું પ્રોટીન હોય છે, જે સ્કિનને રિપેર કરે છે પણ વિટામિન સીની અછતના કારણે કોલેજન બનવામાં સમય લાગે છે, તેથી સ્કિન સાથે જોડાયેલી પરેશાનીઓ સુધરવામાં સમય લાગે છે.
વિટામિન સી આપણા શરીર માટે ખુબ જ જરૂરી વિટામિન છે, તેની અછતના કારણે સ્કર્વી નામનો રોગ થાય છે, જે સ્કિનની નીચે લોહી નીકળે છે. જેનાથી પેઢાની આસપાસ લોહી આવવાનું શરૂ થઈ જાય છે અને દાંત ઢીલા થવાની શરૂઆત થઈ જાય છે. તેથી શરીરમાં વિટામિન સીની અછત ના થવા દો અને વિટામિન સીની કમીને પુરી કરવા માટે ખાટા ફળોનું સેવન કરો.
શરીરમાં વિટામિન સીની કમી હોય તો લીંબુ, સંતરા, અનાનસ, કીવી, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, ટામેટુ, બ્રોકલી, બટાકાને તમારા રોજિંદા ડાયેટમાં સામેલ કરો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)