fbpx
Monday, December 23, 2024

હોળીમાં જોવા મળતા કેસુડાના ફૂલમાં છે ચમત્કારિક ગુણો, ત્વચાના રોગોથી લઈને પથરી પણ મટાડી દેશે

કેસૂડામાં અનેક પ્રકારના ઔષધીય ગુણો હોય છે. કેસૂડાના ફૂલ રંગને કારણે આકર્ષણનનું કેન્દ્ર બની જાય છે. કેસૂડાને જ્વાલા વૃક્ષ પણ કહેવામાં આવે છે. કેસૂડાના ફૂલ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. આ જ કારણ છે કે આ ફૂલોને આયુર્વેદમાં શક્તિશાળી ઔષધિ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં માટે કરવામાં આવે છે.

હોળી આવવાની સાથે આ દિવસોમાં કેસૂડાના ફૂલો ખીલે છે.

હોળીના તહેવારમાં આ ફુલનો ઉપયોગ રંગો બનાવવા માટે થતો હતો. લોકો હોળીના ઘણા દિવસો પહેલા આ સુંદર લાલ ફૂલને પાણીમાં પલાળીને રંગો બનાવવા માટે ઉકાળતા અને આ રંગથી હોળી રમવામાં આવતી હતી. આજે પણ તેનો ઉપયોગ હોળી દરમિયાન મથુરા, વૃંદાવન અને શાંતિનિકેતન વગેરે સ્થળોએ થાય છે. કેસૂડાના ફૂલમાં અનેક ઔષધીય ગુણો છે. કેસૂડાના ઝાડના ફૂલો અને બીજનો દવાઓ બનાવવામાં આવે છે અને આયુર્વેદમાં પ્રાચીન સમયથી તેનો ઉપયોગ કરવામાં આવે છે.ત્યારે ચાલો જાણીએ તેના ફાયદા.

કૃમિનાશ માટે : તમને જણાવી દઈએ કે કેસૂડાના બીજમાં કૃમિ વિરોધી ગુણ જોવા મળે છે. આયુર્વેદમાં તેના બીજને પીસીને પેટના કીડાનો નાશ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેસૂડાના બીજનું ચૂર્ણ નિયમિત સેવન કરવામાં આવે તો પેટના કીડા નાશ પામે છે. તમે તેને સવારે ખાલી પેટ એક ચમચી મધ સાથે ખાઈ શકો છો.

પેટની સમસ્યાઓમાં : કેસૂડાના ફૂલમાં એસ્ટ્રિંજન્ટ ગુણ જોવા મળે છે જે પેટની સમસ્યાઓમાં રાહત આપે છે. તેનો ઉપયોગ મરડો અને ઝાડા જેવી સમસ્યાઓને દૂર કરવા માટે પણ થાય છે. જો તમે દરરોજ તેનું સેવન કરો છો તો પેટની તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ શકે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક : જો તમે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છો, તો આયુર્વેદમાં કેસૂડાના પાનથી તેનો ઈલાજ શક્ય છે. કેસૂડાના પાન કફ અને પિત્તને પણ ઘટાડે છે.

ત્વચાની તમામ સમસ્યામાં માટે : કેસૂડાના બીજની પેસ્ટ બનાવીને ત્વચા પર લગાવવામાં આવે તો ખરજવું અને ત્વચાના અન્ય રોગો મટે છે. આ પેસ્ટ ખંજવાળ અને શુષ્કતાની સમસ્યાને દૂર કરવામાં પણ અસરકારક છે. તેમાં રહેલા એસ્ટ્રિજન્ટ ગુણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે જો તમે કેસૂડાના પાણીથી સ્નાન કરો છો તો શરીરની ગરમી ઓછી થાય છે તેમજ ઓરી અઠબળા સહિત ત્વચાની સમસ્યામાં રાહત મળે છે.

યોનિ સંક્રમણમાં ઉપયોગી : જો તમે કોઈપણ પ્રકારના યોનિ સંક્રમણના ચેપથી પરેશાન છો, કેસૂડાના પાનમાંથી બનાવેલ ઉકાળો નિયમિતપણે ઉપયોગ કરો. તે લ્યુકોરિયા (સફેદ અથવા પીળો યોનિમાર્ગ સ્રાવ) અને યોનિના ચેપમાં અસરકારક છે. આ સાથે કેસૂડો જાતીય નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે. તેની વાજીકરણ (કામોત્તેજક) પ્રકૃતિ અને કષાય ગુણધર્મોને લીધે તે જાતીય રોગોને મટાડવામાં મદદ કરે છે. 

વાળ માટે ફાયદાકારક : વાળ માટે પણ કેસૂડાના ફુલના ફાયદા જોઈ શકાય છે. એક સંશોધન અનુસાર, કેસૂડાના ફૂલમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે વાળના ફોલિકલ્સમાં હાજર ફ્રી રેડિકલને દૂર કરીને વાળ ખરતા અટકાવે છે. જેનાથી વાળ ખરવાની સમસ્યાને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે.

પથરી મટાડે : પથરીના રોગ માટે કેસૂડાના ફુલના ફૂલ ફાયદાકારક છે. આ ફૂલને ઉકાળીને આ પાણી પીવાથી પથરી તૂટી જાય છે અને મૂત્ર માર્ગે નીકળી જાય છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles